કોરોના કાળમાં લોકો પરિવાર સાથે ફરવા જવાનું ભૂલી ગયા છે ત્યારે હાલમાં કોરોનાનો વ્યાપ ઘટ્યો છે અને લોકો પરિવાર સાથે ફરવા માટે નિકળી રહ્યા છે ત્યારે જો તમારે પરિવાર સાથે બે કે ત્રણ દિવસ માટે ફરવા જવું હોય તો મધ્યપ્રદેશમાં આવેલ ઉજ્જૈન એક ઉત્તમ વિકલ્પ છે.
અમે તમને અહિંયા ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિર શિવાય બીજા પણ ઘણા ફરવા અને જોવાલાયક સ્થળો વિષે માહિતી આપી રહ્યા છીએ. મધ્યપ્રદેશનું ઉજ્જૈન 12 જ્યોર્તિલિંગોમાંથી એક જ્યોર્તિલિંગ મહાકાલેશ્વર મંદિર માટે જાણીતું છે. દર વર્ષે હજારો ભક્તો આ મંદિરમાં મહાકાલેશ્વરના દર્શને આવે છે. પોતાના ઇતિહાસ માટે જાણીતું આ મંદિર લોકોના મનમાં અલગ જ મહત્ત્વ ધરાવે છે. લોકો મહાકાલેશ્વરના દર્શન બાદ પૂજાપાઠ કર્યા બાદ અહીંથી પરત જતા રહે છે પણ ઘણા લોકો અહીંની આસપાસ આવેલા સ્થળોએ ફરવા જાય છે. જો તમે પણ મહાકાલેશ્વરના દર્શનબાદ અહીં ફરવા જવાનો
પ્લાન કરતા હોવ તો જાણી લો આ જગ્યાઓ વિશે
કાળભૈરવમંદિર
ભગવાન શિવનું ઉગ્ર સ્વરૂપ છે કાળ ભૈરવ અને કાળ ભૈરવ આઠ ભૈરવમાં સૌથી મહત્ત્વપૂર્ણ છે. પ્રાચીન શાસ્ત્રો અનુસાર કાળ ભૈરવ મંદિરને તંત્ર સંપ્રદાય સાથે જોડવામાં આવે છે. આ મંદિરમાં એક શિવલિંગ છે, જ્યાં મહાશિવરાત્રી દરમિયાન હજારો ભક્તો દર્શને આવે છે.
રામમંદિરઘાટ
શિપ્રા નદી પર આવેલા રામ મંદિર ઘાટનું અલગ જ ધાર્મિક મહત્ત્વ છે, આ એ ચાર સ્થળોમાંથી એક છે જ્યાં દર 12 વર્ષે કુંભ મેળો ભરાય છે. કુંભ મેળાના સંદર્ભમાં તેને સૌથી જૂનો સ્નાન ઘાટ માનવામાં આવે છે. આ ઘાટ પરથી સૂર્યાસ્ત જોવાનો આનંદ ચોક્કસ માણો.
કાલિયાદેહમહેલ
શિપ્રા નદીમાં એક ટાપુ પર સ્થિત આ મહેલ અપાર ધાર્મિક મહત્ત્વ ધરાવે છે. તેનું નિર્માણ વર્ષ 1458માં થયું હતું. આ મહેલ બંને બાજુથી નદીના પાણીથી ઘેરાયેલો છે.
પીરમત્સ્યેન્દ્રનાથ
ઉજ્જૈન અને મધ્યપ્રદેશમાં અન્ય સ્થાપત્ય અજાયબીઓથી વિપરીત, શિપ્રા નદીના કિનારે પ્રખ્યાત આકર્ષણનું કેન્દ્ર પીર મત્સ્યેન્દ્રનાથ એક સમાધિ છે. આનું નિર્માણ બીજા બધા સ્મારકોની જેમ શૈવ ધર્મના નાથ સંપ્રદાયના મહાન નેતાઓની યાદમાં કરવામાં આવ્યું હતું.