ભારતમાં સૌથી વધુ રોકાણ ફિક્સ ડિપોઝીટમાં થાય છે. મુખ્ય કારણ બેંકમાં પૈસા હોવાથી પૈસા સુરક્ષિત અને પૈસાનું વ્યાજ પણ સુરક્ષિત. આજે તમારા માટે ફાયદાની વાત લઈને આવ્યા છીએ. તમારા માટે એવી પાંચ બેંક રજુ કરીશુ જે 1 થી 5 વર્ષની FD પર સારુ વ્યાજ આપે છે. તેમ છતાં પણ નીચે આપેલી બેંકોમાં રોકણ કરતાં પહેલાં આપે આપની રીતે તપાસ કરીને પછી રોકાણ કરવુ.
1 વર્ષ માટે FD કરાવવા પર કઈ બેંક વાર્ષિક કેટલુ વ્યાજ આપશે
-ઈન્ડસઈડ બેંકમાં FD કરો છો તમને 6 ટકા વ્યાજ મળશે ટકા વ્યાજ
-આરબીએલ બેંકમાં FD કરો છો તો 6 ટકા વ્યાજ મળશે
-ડીસીબી બેંકમાં FD કરો છો તો 5.55 ટકા વ્યાજ મળશે
-બંધન બેંકમાં FD કરાવવા પર 5.55 ટકા વાર્ષિક વ્યાજ મળશે
-IDFC બેંકમાં FD કરાવવા પર 5.25 ટકા વ્યાજ મળશે
3 વર્ષ માટે FD કરાવવા પર કઈ બેંક વાર્ષિક કેટલુ વ્યાજ આપશે
-આરબીએલ બેંકમાં FD કરાવશો તો આપને 6.30 ટકા વ્યાજ મળશે
-ઈન્ડસઈંડ બેંકમાં FD કરાવશો તો 6 ટકા વ્યાજ મળશે
-ડીસીબી બેંકમાં FD કરાવશો તો 5.95 ટકા વ્યાજ મળશે
-આઈજીએફસી બેંકમાં FD કરાવશો તો 5.75 ટકા વ્યાજ મળશે
-સાઉથ ઈન્ડિયન બેંકમાં FD કરાવશો તો 5.50 ટકા વ્યાજ મળશે
5 વર્ષ માટે FD કરાવવા પર કઈ બેંક વાર્ષિક કેટલુ વ્યાજ આપશે
-આરબીએલ બેંકમાં 5 વર્ષ માટે FD કરવામાં આવે તો 6.30 ટકા વ્યાજ મળશે
-આઈડીએફસી બેંકમાં FD પર 6 ટકા વ્યાજ મળશે
-ઈંડસઈંડ બેંકમાં FD પર 6 ટકા વ્યાજ મળશે
-ડીસીબી બેંકમાં FD પર 6 ટકા વ્યાજ મળશે
-એક્સિસ બેંકમાં FD કર 5.75 ટકા વ્યાજ મળશે