જો તમે ડિઝિટલ ચુકવણી કરો છો અને તેમાં ખામીને પકડીને સુધારો કરતા આવડે છે તો તમે 40 લાખ રૂપિયા જીતી શકો છો. આ કોઇ લૉટરી નથી પણ તમારી પ્રતિભાનું ઇનામ છે અને તેને ભારતીય રિઝર્વ બેન્ક (RBI) આપશે. ભારતીય રિઝર્વ બેન્ક (RBI) ડિઝિટ ચુકવણીને વધુ સુરક્ષિત અને ગ્રાહકો માટે સુવિધાજનક બનાવવાના ઉદ્દેશ્યથી પોતાનું પ્રથમ વૈશ્વિક હૈકથૉન આયોજિત કરવા જઇ રહ્યુ છે.
હાર્બિજર 2021 શું છે
RBIએ આ હૈકથૉનની જાહેરાત કરતા કહ્યુ કે ડિઝિટ ચુકવણીને વધુ ચુસ્ત બનાવવા તેની વિષયવસ્તુ રાખવામાં આવી છે. હાર્બિજર 2021 નામથી આ હૈકથૉન માટે રજિસ્ટ્રેશન 15 નવેમ્બરથી શરૂ થશે. કેન્દ્રીય બેન્કે કહ્યુ કે હૈકથૉનમાં સામેલ થનારા સ્પર્ધકોએ ડિઝિટલ ચુકવણીની પહોચ વંચિત તબક્કા સુધી કરવા, ચુકવણી સરળ બનાવવા અને તેની સાથે જોડાયેલા અનુભવને સારૂ કરવાની સાથે જ ડિઝિટલ ચુકવણીને વધુ સુરક્ષિત બનાવવાથી જોડાયેલા મુદ્દાની ઓળખ કરવાની સાથે તેનું સમાધાન રજૂ કરવુ પડશે.
આ રીતે વિજેતાની પસંદગી થશે
RBIએ કહ્યુ, ‘હાર્બિજર 2021’નો ભાગ બનવાથી સ્પર્ધકોને ઉદ્યોગના જાણકારોનું માર્ગદર્શન મેળવવા અને પોતાના innovative solutions બતાવવાની તક મળશે. પ્રથમ સ્થાન મેળવનારને 40 લાખ રૂપિયા આપવામાં આવશે જ્યારે બીજા સ્થાને રહેનારા સ્પર્ધકને 20 લાખ રૂપિયાનું ઇનામ મળશે.