spot_img

આ ચોમાસામાં જો અપનાવશો આ ચાર ટીપ્સ તો ક્યારે નહીં પડો બિમાર

ચોમાસાની શરૂઆત તમને ગરમીમાંથી રાહત આપે છે. પરંતુ ચોમાસુ સ્વાસ્થ્ય માટે ઘણી બિમારીઓ સાથે લઇને આવે છે.. તો સોમાચા દરમિયાન સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવામાં ના આવે તો બિમાર પડવાના ચાન્સ વધી જતા હોય છે.. ત્યારે આજે અમે તમને ચોમાસાની શરૂઆત થતાં પહેલાં જ કેવી રીતે ચોમાસામાં સ્વસ્થ રહેવું તેન થોડી ટીપ્સ જણાવી રહ્યા છીએ.

  • સ્ટ્રીટ ફૂડનું સેવન ના કરવું

રસ્તા પર વેચાતા શાકભાજી અને ફળોથી દૂર રહેવું જોઈએ. સામાન્ય રીતે રસ્તાઓ પર પાણી અને કીચડ હોય છે. જે અનેક પ્રકારના બેક્ટેરિયા માટે ઈન્ક્યૂબેટર બનાવે છે. રસ્તાઓ પર ખુલ્લા પડેલા ખાદ્ય પદાર્થમાં સંક્રામક બેક્ટેરિયા ઉત્પન્ન થવા લાગે છે. આ કારણોસર તે ખાદ્ય પદાર્થનું સેવન ન કરવું જોઈએ.

  • રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બનાવો

જો વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત ના હોય તે વ્યક્તિને ખૂબ જ જલ્દી ઈન્ફેક્શન લાગી જાય છે. આ કારણોસર દૈનિક આહારમાં ફળ, શાકભાજી અને અનાજ સહિત સંતુલિત આહાર શામેલ કરો. ગ્રીન ટીનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. ચોમાસામાં વાયરલ તાવ, બેક્ટેરિયરલ તથા અન્ય પેરેસિટીક ઈન્ફેક્શન થવાના કેસ સામે આવે છે. રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હોય તો ચોમાસામાં થતી આ પ્રકારની બિમારીઓથી બચી શકાય છે.

  • હાઈડ્રેટ રહો

ચોમાસા દરમિયાન તરસ ઓછી લાગે છે જેના કારણે વ્યક્તિ પાણી પીવાનું ઓછું કરી છે. કોઈપણ ઋતુ હોય શરીર હાઈડ્રેટ રહે તે જરૂરી છે. પેટ સંબંધિત બિમારીઓના જોખમને ઓછું કરવા માટે ખૂબ જ વધુ માત્રામાં પાણી પીવું જોઈએ. સવારે આદુવાળી ચા, કેમોમાઈલ ચાનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

  • સ્વચ્છતા અપનાવો

સ્વચ્છતાનું ધ્યાન રાખો. ત્વચા ડ્રાય રહે તેવા પ્રયાસ કરો અને સ્વચ્છતા પ્રત્યે સજાગ રહો. જો ત્વચા ભીની હોય તો સરળતાથી બેક્ટેરિયા તમારા શરીર પર હુમલો કરી શકે છે, જેના કારણે રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles