ફેસબુક હવે વિવાદિત પોસ્ટ મુકનારા પેજ અને એકાઉંટને બંધ કરી દેશે. કંપનીએ પોતાની પોલીસમાં મોટો બદલાવ કર્યો છે. જેના અંતર્ગત કોઈ યુઝર્સપબ્લિક ફિગર જેવા કે સેલિબ્રિટી, પોલીટીશિયન, ક્રિકેટર અને પત્રકારોને ટાર્ગેટ કરશે તો તેની સામે તુરંત પગલાં લેવાશે.જેમાં યુઝરની પ્રોફાઈલ, પેજ અને ગ્રુપ અથવા ઈવેંટને હંમેશા માટે દુર કરી દેવાશે. અવારનવાર બને છે કે સોશ્યલ મીડિયા પર કેટલાક યુઝર્સ બોલિવૂડ સ્ટાર, ક્રિકેટર અને પોલિટિશનના મીમ્સ બનાવીને શેયર કરતાં હોય છે. જો કે હવે આ પ્રકારના મજાક કરવાનું ભારે પડશે. ફેસબુકના ગ્લોબલ સેફ્ટી હેડ એંટીગોન ડેવિસે એક બ્લોકમાં કહ્યુ કે આ ફક્ત એવા લોકો માટે છે જેઓ લોકોની છબી બગાડવાના ઈરાદાથી પોસ્ટ કરતાં હોય છે અને એવા લોકો માટે પણ છે કે જેઓઓન લાઈન લોકોને હેરાનગતિ કરતા હોય છે. ફેસબુકે પોલીસમાં બદવાલ કરીને પલ્બિક અને ઈંડિંવિડ્યુલ વચ્ચેનો ફરકને હાઈલાઈટ કરી દીધો છે.
ફેસબુક ઈનબોક્સમાં ડાયરેક્ટ મેસેજ મોકલવાના નિયમમાં પણ ફેરફાર કરશે. કંપની પ્રોફાઈલ અને અને પોસ્ટ પણ કોમેંટને સિક્યોર કરાશે. જેનાથીઓનલાઈન હેરાનગતિનો સામનો ન કરવો પડે. ફેસબુકને આ પ્રકારના આકરા નિર્ણય લેવાની જરૂર એટલા માટે પડી કે કંપનીની પૂર્વ કર્મી ફ્રાંસેસહૌગેનને ખુલાસો કર્યો હતો કે જે ટાઈમ મેગેઝિને પણ પોતાના અંકમાં પ્રકાશિત કર્યો હતો કે ફેસબુક સોશ્યલ મિડિયા પર ખોટી માહિતી અને ખોટાસમાચાર ફેલાવાવાળી પોસ્ટના સામે લડવા વાળી ટીમના તમામ મેંમ્બર્સ ને અલગ કરી નાંખ્યા છે. ફેસબુકે ડિસેંબર 2020માં આ ટીમને દુર કરી હતી
આ ઉપરાંત તેને એવો પણ ખુલાસો કર્યો હતો કે ઈન્સ્ટાગ્રામ અલ્ગોરિધમ યુવાનોના દિમાર પર નેગેટિવ અસર કરે છે
અત્યાર સુધીમા ફેસબુકે 1259 એકાઉન્ટ પેજ અને ગ્રુપ પર બેન લગાવી દીધો છે. ઈરાનમાં 93 એકાઉ્ટ, 14 પેજ 15 ગ્રુપ અને 194 ઈન્સ્ટાંગ્રામ એકાઉન્ટ હટાવી દીધા છે. આ તમામ એકાઉંટ સામાન્ય રીતે લોકક એકાઉંટ ધારકો પર નિશાનો બનાવતા હતા.