હાલમાં દરેક જગ્યાએ આધારપુરાવા માટે આધારકાર્ડ ફરજીયા આપવું પડતું હયો છે, ત્યારે આપણે છાશવારે એવા કિસ્સાઓ પણ સાંભળતા હોઇએ છીએ કે નકલી આધારકાર્ડ બનાવીને છેતરપિંડી થઇ કે પછી નકલી આધારકાર્ડથી પ્રોપર્ટી પચાવી લીધી, તો આજે અમે તમને અહિયાં સરળ ટીપ્સ જણાવી રહ્યા છીએ, જેનાથી તમે જાણી શકશો કે તમારું આધારકાર્ડનો કઇ ખોટો ઉપયોગ તો નથી કરી રહ્યુને.
ઉલ્લેખનીય છે કે હાલના યુગમાં આધાર કાર્ડનો ઉપયોગ લગભગ દરેક જગ્યાએ થાય છે. આધાર કાર્ડ દરેક નાગરિક માટે આવશ્યક દસ્તાવેજ બની ગયું છે. તે સૌથી મહત્વપૂર્ણ ઓળખ પુરાવાઓમાંનું એક છે. તમામ સરકારી યોજનાઓ, સબસિડી વગેરેનો લાભ લેવા માટે આધાર કાર્ડ જરૂરી છે. જો કે કેટલીક છેતરપિંડીને કારણે તમારા આધાર કાર્ડનો ખોટી રીતે ઉપયોગ થઈ શકે છે. જો તમને લાગે છે કે તમારા આધાર કાર્ડનો ક્યાંક દુરુપયોગ થઈ રહ્યો છે તો તમે આ સરળ રીતે જાણી શકો છો. આધાર નંબર જારી કરતી યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) આ સુવિધા પૂરી પાડે છે જેથી કરીને તમે ચકાસી શકો કે તમારું આધાર કાર્ડ ક્યાં વપરાયું છે
આધારકાર્ડને તપાસવાની રીત
- સૌ પ્રથમ તમે આધાર નંબર જારી કરતી સંસ્થા UIDAIની સત્તાવાર વેબસાઇટ https://resident.uidai.gov.in પર જાઓ.
- આ પછી Aadhar Authentication History પર ક્લિક કરો.
- હવે તમારો આધાર નંબર અને સુરક્ષા કોડ દાખલ કરો.
- ત્યારબાદ ‘જનરેટ OTP’ પર ક્લિક કરો
- OTP દાખલ કર્યા પછી માહિતીનો સમયગાળો અને વ્યવહારોની સંખ્યાનો ઉલ્લેખ કરવાનો રહેશે.
હવે પસંદગીના સમયગાળા માટે પ્રમાણીકરણ વિનંતીની વિગતો સ્ક્રીન પર દેખાશે. જો તમને કોઈ દુરુપયોગની શંકા હોય અથવા તમારા આધારના ઉપયોગમાં કેટલીક અનિયમિતતા જણાય તો તમે તરત જ UIDAI ટોલ ફ્રી નંબર-1947 અથવા [email protected] પર ઈમેલ દ્વારા સંપર્ક કરી શકો છો.