ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM) અમદાવાદે શૈક્ષણિક રેટિંગ એટલે કે Academic Rating (AR) સ્કોરની ગણનાના ફોર્મૂલાની જાહેરાત કરી દીધી છે. સંશોધિત ફોર્મૂલા હેઠળ મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએટ કાર્યક્રમ 2022-24 બેચમાં પ્રવેશ માટે શોર્ટ લિસ્ટિંગ માપદંડમાં ધોરણ 10, ધોરણ 12ની બોર્ડ પરીક્ષામાં ઉમેદવારો દ્વારા પ્રાપ્ત અંક અને તેમના કાર્ય અનુભવને સામેલ કરવામાં આવશે. સંસ્થાએ શોર્ટ લિસ્ટિંગ માપદંડથી ગ્રેજ્યુએટ ડિગ્રીના અંકોને સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો છે.
કોરોના વાયરસને કારણે કેટલીક યૂનિવર્સિટીમાં છેલ્લા 2 વર્ષથી પરીક્ષા આયોજિત થઇ શકી નથી. એવામાં વેકલ્પિક માપદંડના આધાર પર વિદ્યાર્થીઓને પ્રમોટ કરવામાં આવ્યા છે. અહી સુધી કે કોમન એડમિશન ટેસ્ટ (CAT) 2021 સમિતિએ ઉમેદવારોને ડિગ્રીમાં ન્યૂનતમ ટકાની જરૂરિયાત વગર પરીક્ષામાં બેસવાની પરવાનગી આપી હતી.
પરિસ્થિતિને જોતા આઇઆઇએમ અમદાવાદની પ્રવેશ સમિતિએ શોર્ટ લિસ્ટિંગ માપદંડથી ગ્રેજ્યુએટની ડિગ્રી હટાવવાનો નિર્ણય કર્યો છે. હવે શૈક્ષણિક રેટિંગના આધાર પર ગ્રેજ્યુએટ કાર્યક્રમ (PGPM)ના 2022-24 બેચમાં પ્રવેશની પ્રક્રિયા કરવામાં આવશે. આઇઆઇએમ અમદાવાદ તરફથી આ વાતની જાણકારી આપતા કહેવામાં આવ્યુ કે શૈક્ષણિક રેટિંગની ગણના હવે 25ના માપદંડ પર કરવામાં આવશે, જેમાં ધોરણ 10ના અંક, ધોરણ 12ના અંક અને ઉમેદવારના કામ અનુભવને ધ્યાનમાં રાખવામાં આવશે. માર્કસ 35ના ગુણોત્તરમાં હશે
આ ફોર્મૂલા હશે
IIM Ahmedabad હવે સમગ્ર સ્કોર (Composite Score)ની ગણના માટે આ ફોર્મૂલાનો ઉપયોગ કરશે:
સીએસ = 0.35 x (પ્રો-રેટેડ AR/35) + 0.65 x (સામાન્યીકૃત સમગ્ર કૈટ સ્કોર)
જ્યા, પ્રો-રેટેડ એઆર સ્કોર = [(બેચલર ડિગ્રી માટે 0 માર્ક્સની ગણના કરવામાં આવી AR) / 25] x 35
આ સિવાય સંસ્થાએ 2022-24 પ્રવેશ માટે કેટ કટ-ઓફ અને અન્ય વિવરણોની પણ જાહેરાત કરી છે. જેને
iima.ac.in પર જઇને જોઇ શકાય છે.