પોતાનું જીવન ટુંકાવ્યુ આ પ્રકારના કિસ્સા આપણે અવારનવાર આપણી આસપાસ જાણતા હોઈ તેમાં પણ પંખા પર ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યાની ઘટના અવાનનવાર સાંભળીએ છીએ. આવી બધી ઘટનાઓને કાબુમાં આવે તેવી એક ટેક્નોલોજી શોધ કરાઈ છે. આઈઆઈએમના એક પ્રોફેસરે એવો પંખો બનાવ્યો છે. જેના પર વધુ વજન આવે એટલે તે ઓટોમેટિક નીચે આવી જાય.
જી હા આઈઆઈએમ ઈંદોરના એક પ્રોફેસરે એવો પંખો વિકસાવ્યો છે. જેના પર વઘુ વજન પડે એટલે તે અનલોક થઈને નીચે જમીન પર આવી જાય છે. પ્રોફેસર પીકે ચંદા પોતાના પંખા વિશે વાત કરતાં જણાવે છે કે એક એવી ઘટના પોતાના ઘરની સામે જ બની હતી. જેમાં પ્રોફેસરના મિત્ર પંખો સાફ કરી રહ્યા હતા. પંખો ખુબ જ ઉંચાઈ પર હતો. જેના કારણે સફાઈ કરતાં સમયે તે ટેબલ પરથી નીચે પટકાયા અને તેમને કમરના ભાગે ઈજા થઈ. બસ આ ઘટના બાદ પ્રોફેસરના દિમાગમાં ઓટોમેટિક અપડાઉન થતો પંખો બનાવવાનો વિચાર આવ્યો. અને પોફેસરે તેને બનાવી પણ દીધો. પંખામાં એવી સિસ્ટમ બેસાડી કે પંખા પર જેવી કોઈ આત્મહત્યાની કોશિશ કરે તો પંખો ઓટોમેટિક નીચે આવી જશે.
પંખાને પ્રોફેસરે 2 વર્ષમાં તૈયાર કર્યો છે. હવે પંખાને પેટન્ટ કરાવવા માટે પણ એપ્લાય કરી રહ્યા છે. પ્રોફેસરને સતત અલગ અલગ કંપનીઓ ટેક્નોલોજીને લઈને આનો સંપર્ક પણ કરી રહી છે.