નવી દિલ્હીઃ ગૌરવ સિંહ અને અનામિકા’કામસૂત્ર’માં આપેલી 250 પોઝિશન્સમાંથી 100 પોઝિશન્સ માટે ‘લવરોલર્સ’ ફર્નિચર બનાવે છે. ‘લવરોલર્સ’ પ્લેટફોર્મ પર કામસૂત્ર લવ પોઝિશન્સ માટે ફર્નિચર મળે છે. લવરોલર્સ સાથે કામસૂત્રની 100 પોઝિશન્સ એન્જોય કરી શકાય છે. આ ફર્નિચર કપલ્સનો પ્રેમ ગાઢ કરે છે.
ગૌરવે IIT દિલ્હીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગ કરેલું છે. એન્જિનિયરિંગ બાદ તેણે મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે 2 વર્ષ કામ કર્યું. આ દરમિયાન તેને ‘લવરોલર્સ’નો વિચાર આવ્યો. ગૌરવે આ આઈડિયા કોઈને પણ શેર કર્યો નહોતો. તેણે માત્ર તેની પત્ની અનામિકા સાથે શેર કર્યો હતો. ગૌરવે નોકરી છોડી આ બિઝનેસ પર કામ કરવાનું શરૂ કર્યું. તે આખો દિવસ ફર્નિચર બનાવતો હતો.ગૌરવનો ‘લવરોલર્સ’ સોફા ભારત સહિત વિદેશોમાં પણ પ્રખ્યાત છે. ગૌરવે ‘લવરોલર્સ’ તૈયાર કર્યા બાદ તેનું ટેસ્ટિંગ પોતાના પર કર્યું. ગૌરવની કંપની કપલ્સની હાઈટ પ્રમાણે કસ્ટમાઈઝ ‘લવરોલર્સ’ બનાવી આપે છે.
બંનેએ ઘરવાળાની મરજી વિરુદ્ધ આર્ય સમાજ મંદિરમાં 2017માં લગ્ન કર્યા. અનામિકાના ઘરે બંનેના લગ્નની વાત જાણવા મળતા તેના પરિવારે તેનો તિરસ્કાર કર્યો તો તે ગૌરવના ઘરે કાયમી રહેવા આવી ગઈ. હાલ બંને પરિવાર રાજી ખુશી રહે છે. ગૌરવને એક દીકરી પણ છે.અનામિકા આગરાની પ્રાથમિક શાળામાં શિક્ષિકા છે. ગૌરવ જણાવે છે કે ‘લવરોલર્સ’ કામસૂત્રની 100 પોઝિશન્સ સપોર્ટ કરે છે. હવે દરેક કપલ ઈચ્છે છે કે તેમની પાસે લવરોલર્સનું ફર્નિચર હોય.