spot_img

આગામી ત્રણ દિવસ સુધી આ પાંચ રાજ્યમાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

આ દિવસોમાં દેશભરના વિવિધ રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારતના રાજ્યોમાં વરસાદને કારણે હવામાનમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગે આજથી ત્રણ દિવસ સુધી ઓછામાં ઓછા પાંચ રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે ટ્વિટ કરી જાણકારી આપી હતી.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં ફેરફાર જોવા મળશે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં 16 થી 18 જૂન સુધી ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત આજથી પશ્ચિમ હિમાલય વિસ્તારમાં પણ વરસાદ પડશે.

આ સિવાય જમ્મુ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ 17 જૂને વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે આ રાજ્યોમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના અનેક જિલ્લાઓમાં વરસાદ થયો છે.

આ રાજ્યોમાં 5 દિવસ સુધી વરસાદનું એલર્ટ

ગયા મહિનાના અંતમાં ચોમાસાએ કેરળમાં દસ્તક આપી હતી. ત્યારથી તે અન્ય રાજ્યો તરફ આગળ વધી રહી છે. આ દિવસોમાં દક્ષિણના મોટાભાગના રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજથી આગામી પાંચ દિવસ સુધી ઘણા રાજ્યોમાં વરસાદ પડી શકે છે. IMD અનુસાર, આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો, કેરળ, માહે, કર્ણાટકના ઘણા વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ પડશે. આ સિવાય તેલંગાણામાં 15-17 જૂન, તમિલનાડુમાં 15થી 18 જૂન, કર્ણાટકમાં 16થી 19 જૂન અને ગોવામાં 18 અને 19 જૂન દરમિયાન વરસાદ થવાની છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles