કેન્દ્ર સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માટે સતત પ્રયત્નશીલ છે. જેને લઈને હવે સરકાર અને ખેડૂતો બંન્ને માટે સારા સમાચાર આવી રહ્યા છે. તેમાં પણ કેરીની ખેતી કરતાં ખેડૂતો માટે તો સોને પે સુહાગા જેવા સમાચાર છે.
ભારતની કેરીની વિવિધ જાતો હવે અમેરિકામાં નિકાસ થશે. ઉનાળાી નવી સિઝનમાં ભારતની કેરીની નિકાસ કરવા યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર (યુએસડીએ)ની મંજૂરી પણ મળી ગઈ છે. ભારતના વાણિજ્ય મંત્રાલયે દ્વારા આ મામલે સત્તાવાર જાહેરાત મંગળવારે કરી હતી. ઉલ્લેખની છે કે, અમેરિકાએ 2020માં ભારતીય કેરીની તમામ આયાત બંધ કરી દીધી હતી. યુએસડીએ નિરીક્ષકો તે સમયે કોવિડ-19 રોગચાળાને કારણે આંતરરાષ્ટ્રીય મુસાફરી પરના પ્રતિબંધોને કારણે આયાત સદંતર બંધ કરી દીધી હતી.
23 નવેમ્બર, 2021 ના રોજ, અમેરીકા અને ભારતે કરાર પર હસ્તાક્ષર કર્યા. જેમાં બંન્ન દેશોમાથી આયાત અને નિકાસ પર પર કરાયા હતા. MOU માં ભારતીય કેરી અને દાડમની નિકાસ અને યુએસથી ચેરી અને આલ્ફલ્ફા ઘાસની આયાત પર સંયુક્ત પ્રોટોકોલનું પાલન કરશે તે મામલે કરાયા હતા.
ભારતી વાણિજ્ય મંત્રાલયે જણાવ્યુ કે અમેરીકા સાથે કરાયેલા એમઓયુને અંતર્ગત અમેરિકામાંથી અલ્ફોન્સોની વિવિધતાની આયાત શરૂ કરશે. મંત્રાલયે તે પણ જણાવ્યુ હતુ કે વર્ષ 2018-19માં $36.3 લાખની કિંમતની 951 ટન કેરીની નિકાસ કરવામાં આવી હતી તો વર્ષ 2019-20માં $43.5 લાખની કિંમતની 1,095 ટન કેરીની નિકાસ કરવામાં આવી હતી.
વાણિજ્યિક મંત્રાલયનો દાવો પણ છે કે નિકાસકારો પાસેથી મળેલા અનુમાન મુજબ, વર્ષ 2022માં કેરીની નિકાસ વર્ષ 2019-20 માટેના તમામ આંકડાઓને તોડી શકે છે.
એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (એપીડા) એ જણાવ્યું હતું કે અમેરીકા અને ભારત વચ્ચે થયેલા કરાર પ્રમાણે દેશમાં પાકતી અન્ય કેરીઓને પણ સારૂ પ્રોત્સાહન મળશે. અન્ય સ્વાદિષ્ટ જાતો જેમ કે લંગરા, ચૌસા, દશેરી, ફાઝલી વગેરેની ઉત્તર અને પૂર્વ ભારતમાં નિકાસ કરવાની તક મળશે જેમ કે ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળ..