આવતા મહિને ડિસેમ્બર મહિનાથી બેન્કિંગથી લઇને ગેસ સિલિન્ડરના નિયમોમાં કેટલાક ફેરફાર થવાના છે. 1 ડિસેમ્બરથી બેંકિંગ અને EPFO સહિત ઘણા નિયમોમાં ફેરફાર થશે. અમે તમને એવા 5 ફેરફાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
તમારી પાસે SBI ક્રેડિટ કાર્ડ છે તો હવે શોપિંગ મોંઘી પડી શકે છે. દરેક ખરીદી પર 99 રૂપિયા અને અલગથી ટેક્સ આપવો પડશે. આ પૈસા પ્રોસેસિંગ ચાર્જ તરીકે વસૂલાશે.
ઉપરાંત દેશની બીજી સૌથી મોટી બેન્ક પંજાબ નેશનલ બેન્ક સેંવિગ્સ એકાઉન્ટના વ્યાજ દરમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. બેંક સેવિંગ્સ અકાઉન્ટનો વ્યાજ દર 2.90%થી ઘટાડી 2.80% કરવા જઈ રહી છે. નવા વ્યાજ દર 1 ડિસેમ્બરથી લાગુ થશે.
માચિસની કિંમત 14 વર્ષ બાદ ડાયરેક્ટ બમણી થવા જઈ રહી છે. 1 ડિસેમ્બર 2021થી માચિકની એક ડબ્બી 1 રૂપિયાને બદલે 2 રૂપિયામાં મળશે. સરકારી તેલ કંપની દર મહિનાની પ્રથમ તારીખે LPG સિલિન્ડરની કિંમતની સમીક્ષા કરે છે. આફ્રિકામાં કોરોના વાઈરસના નવા વેરિઅન્ટની એન્ટ્રી થયાં બાદ ઈંધણની કિંમત ઓછી થઈ છે. તેથી આશા છે કે LPG ગેસ સિલિન્ડરની કિંમત ઓછી થઈ શકે છે.