આમિર ખાનના ભત્રીજા અને બોલિવૂડ એક્ટર ઈમરાન ખાને તેની પત્ની અવંતિકા મલિક સાથે ડિવોર્સ લેવાનો નિર્ણય લીધો છે. આ કપલ છેલ્લા ઘણા સમયથી અલગ રહેતું હતું. જો કે બંન્નેએ લગ્ન બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં સફળતા મળી નથી. હવે અહેવાલો અનુસાર, બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો છે અને ટૂંક સમયમાં છૂટાછેડા માટે કેસ દાખલ કરી શકે છે.
ઈમરાન-અવંતિકા છૂટાછેડા લેશે
અહેવાલો અનુસાર, કપલના નજીકના સંબંધીઓ અને મિત્રોએ બંને વચ્ચેની સ્થિતિને યોગ્ય બનાવવા માટે ઘણા પ્રયાસો કર્યા. બધાએ ઇમરાન ખાન અને અવંતિકા મલિકને ફરીથી સાથે લાવવા મહેનત કરી પરંતુ કોઇ ફાયદો થતો નહી. અવંતિકા તેના લગ્ન અને ઈમરાનને વધુ એક તક આપવા માંગતી હતી, પરંતુ તેના કોઈપણ પ્રયાસો સફળ થયા નહીં.
2019 માં ઘર છોડ્યું
છેલ્લા બે વર્ષથી ઈમરાન-અવંતિકાના લગ્નજીવનમાં તણાવ હોવાના અહેવાલો છે. 24 મે 2019ના રોજ અવંતિકા ઈમરાનનું ઘર છોડીને અલગ રહેવા ગઈ હતી. તે તેની પુત્રી ઈમારા સાથે તેના માતાપિતાના ઘરે રહે છે. બંનેના પરિવારજનોએ ઈમરાન અને અવંતિકા વચ્ચે સમાધાન કરવાનો પ્રયાસ કર્યો પરંતુ સફળતા મળી નહી.
ઈમરાન અને અવંતિકાએ 2011માં લગ્ન કર્યા હતા. તેમની પુત્રી ઈમારાનો જન્મ જૂન 2014માં થયો હતો. ઈમારા 7 વર્ષની છે. ઇમરાન-અવંતિકા તેમના લગ્ન પહેલા લાંબા સમય સુધી એકબીજાને ડેટ કરતા હતા. છૂટાછેડા લીધા પછી બંને ગયા વર્ષે મુંબઈની એક હોટલમાં લગ્ન સમારંભમાં મળ્યા હતા.
ઈમરાનની કારકિર્દી
ઈમરાને 2008માં ફિલ્મ ‘જાને તુ યા જાને ના’થી ડેબ્યૂ કર્યું હતું. આ પહેલા તે આમિરની ફિલ્મ ‘કયામત સે કયામત તક’માં બાળ કલાકાર તરીકે જોવા મળ્યો હતો. હાલમાં ઇમરાન અભિનયમાંથી બ્રેક લીધા પછી ફિલ્મ નિર્માણમાં પોતાનો હાથ અજમાવી રહ્યો છે. તે એકતા કપૂરના વેબ શો મોમ (માર્સ ઓર્બિટ મિશન)નું નિર્દેશન કરી રહ્યો છે. આ શોમાં ભારતનું મિશન મંગલ બતાવવામાં આવશે.