અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં એક અનોખી ઘટના ઘટી છે, જેમાં સસરા અને સાળાએ મળીને તેના જ જમાઇને ધોઇ નાખ્યો હતો, આ સમગ્ર ઘટનાની સીસીટીવી સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે ઘરની નીચે શાંતિથી બેઠેલા યુવકને બે બાઇક પર આવેલા બે ઇસમો અચાનક મારવા લાગે છે અને ગાળો આપવા લાગે છે. આ ઘટનાબાદ માર ખાનાર યુવકે ઇસનપુર પોલીસમાં સસરા અને સાળા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં હિતેષ વાણદ નામનો યુવક રહે છે. જેના થોડા વર્ષો પહેલાં દીક્ષિતા નામની મહિલા જોડે લગ્ન થયા હતા પરંતુ લગ્ન જીવનમાં કોઇને કોઇ વિઘ્ન આવતાં હાલમાં બંને અલગ અલગ જીવન પસાર કરી રહ્યા છે, ત્યારે અચાનક જ એક દિવસે ઘર નીચે હિતેષ બેઠો હતો ત્યારે તેમના સસરા વિનોદ રાઠોડ અને તેનો પુત્ર ધવલ અને અક્ષય બાઇક પર આવીને હિતેષને ગડદાપાટુનો માર મારે છે અને ગળો આપે છે. આ ઘટનાબાદ હિતેષ સમગ્ર ઘટનાની જાણ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં કરી હતી અને ત્રણયે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેના તપાસ હાલમાં પોલીસ કરી રહી છે અને આ તપાસ દરમિયાન પોલીસને એક સીસીટીવી પણ મળ્યા છે જેમાં હિતષે તેના સસરા અને સાળા માર મારતે સ્પષ્ટ દેખાઇ રહ્યા છે. હાલમાં પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.