અમરેલી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોના આંટાફેરામાં સતત વધારો થયો છે. શિયાળામાં રાત્રીના સમયે સિંહો ગામડાઓમાં રાતવાસો કરી રહ્યા છે. બગસરાના લુંઘીયા ગામમાં 2 સિંહ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. સિંહોને જોઈને અન્ય પશુઓ અને પ્રાણીઓમાં ભાગદોડ મચી જવા પામી હતી તો પોતાના બચ્ચાઓને સિંહોની ચંગુલમાંથી છોડાવવા સિંહ સામે શ્વાને પડકાર ફેંક્યો હતો.
બગસરા વિસ્તાર સિંહોનો વસવાટ થઇ રહ્યો છે. અવાર-નવાર સિંહ ગામડાઓમાં આવી ચડતા હોય છે. એક ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે, જેમાં સિંહોને શ્વાને પડકાર ફેંક્યો હતો વીડિયોમાં સામે આવેલા દ્રશ્યોના અંદાજ પ્રમાણે સિંહોની નજીક શ્વાનના 2 બચ્ચાંઓ જોવા મળી રહ્યા છે જોકે સિંહોને જોઈએ ગભરાયેલા બચ્ચાઓને સિંહોની ચંગુલમાંથી છોડાવવા માટે સિંહ સામે શ્વાને પડકાર ફેંક્યો હતો અને ચતુરાઈથી પોતાના બંન્ને બચાઓ ભાગવામાં સફળ થયા હતા અને શ્વાને પોતાના બચ્ચાઓને બચાવી લીધા હતા અને ત્યાર બાદ સિંહોને અચરજમાં મૂકી શ્વાને પણ દોટ મૂકી હતી અને સિંહોએ પણ તેમનો પીછો કરવાનો પ્રયાસ કર્યો પણ ત્યાં સુધીમાં શ્વાને દોડ મૂકી ત્યાંથી રફુચક્કર થવામાં સફળતા મેળવી હતી આ સમગ્ર ઘટના ગામમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી અને વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
સિંહની સામે શ્વાનની ચાલાકીનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે આ અદભુત દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થતા આ સમગ્ર મામલો સામે આવ્યો છે અને વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.