spot_img

સુરતમાં ઠગ ટોળકીએ બોગસ GST નંબર મેળવી સરકારને લગાવ્યો કરોડોનો ચૂનો

સુરતના કતારગામના હીરાદલાલના નામે જીએસટી નંબર મેળવી ચીટર ટોળકીએ માત્ર બે જ મહિનામાં રૂપિયા 20 કરોડના ટ્રાન્જેકશન કર્યાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. હીરાદલાલે રિટર્ન ભરવા માટે CA પાસે ફાઇલ આપી ત્યારે ‘એએ-24’ નંબરનું ઓનલાઇન ફોર્મ ભરી પાનકાર્ડનો નંબર નાખતા જીએસટી નંબર જોવા મળ્યો હતો. હીરાદલાલે જીએસટી નંબર લીધો ન હતો છતાં તેમના નામે 20 કરોડના ટ્રાન્જેકશન સામે આવ્યા છે. આથી હીરાદલાલ ભાવેશ ધનજી ગાબાણીએ જીએસટી કમિશનરને સુરત અને અમદાવાદ ખાતે અરજી આપ્યા બાદ પોલીસ કમિશનરને પણ અરજી આપી હતી. અરજીના આધારે પોલીસે તપાસ કરતા હીરાદલાલ ભાવેશ ગાબાણીનો જીએસટી નંબર ભાવનગરમાં જ બન્યો હોવાનું અને બેંક ખાતુ પણ ભાવનગરમાં જ હોવાનું જણાયું છે. વધુમાં હીરાદલાલે જણાવ્યું કે, અગાઉના વર્ષ 2004 પહેલા તેઓનું ભાવનગર ખાતે ICICI બેંકમાં ખાતુ હતું. આ ખાતુ બંધ કરાવવા સુરતમાં અનીશ નામના શખ્સનો કોલ આવ્યો અને પછી તેણે બેંકના કર્મચારી તરીકે ઓળખ આપી મારા ઘરે પણ આવ્યો હતો. ઘરે આવી ફોર્મમાં મારી સહી કરાવી હતી. બાદમાં ડોક્યુમેન્ટોમાં આધારકાર્ડ, પાનકાર્ડ અને લાઇટબીલની ઝેરોક્ષ સાથે લઈ ગયો હતો. આ  ડોક્યુમેન્ટોનો ખોટી રીતે ઉપયોગ કરી ઠગ ટોળકીએ ગાબાણી એન્ટરપ્રાઈઝ અને નેશનલ એન્ટરપ્રાઈઝ નામની બે કંપનીઓમાં હીરાદલાલના નામે જીએસટી નંબર મેળવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ જીએસટી નંબર મેળવી ગાબાણી એન્ટરપ્રાઇઝમાં વર્ષ 2021ના ફેબુઆરી-માર્ચમાં માત્ર 2 જ મહિનામાં 20 કરોડના ટ્રાન્જેકશનો કર્યા હતા. હીરા દલાલ ભાવેશ ગાબાણીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપતા પોલીસે 4 મોબાઇલ નંબર અને 4 ઈમેલ આઈડીનો ઉપયોગ કરનારા સામે આઈટી એકટ અને ચીટિંગનો ગુનો દાખલ કર્યો છે. ગાબાણી એન્ટરપ્રાઇઝમાં ટેક્સટાઇલનો વેપાર અને નેશનલ એન્ટરપ્રાઇઝમાં લોખંડ સ્ક્રેપનો ધંધો બતાવ્યો હતો. જીએસટી ઓફિસમાં હીરાદલાલે તપાસ કરાવતા જીએસટી માટે જે ફોર્મ અને ડોક્યુમેન્ટ આપવામાં આવ્યા તેમાં હીરાદલાલની બોગસ સહી કરી હતી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles