સુરતમાં દેશી દારૂના નશામાં યુવકે ભૂલમાં પાણીની જગ્યાએ એસિડ ગટગટાવતા મોત થયુ હતુ. પિતાના નિધન બાદ પરિવારનો એકનો એક આર્થિક સહારો છીનવાઇ જતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. આ યુવક સંચા કારીગર અને ઓરિસ્સાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યુ છે.
જિતેન્દ્ર રઘા જે ઓરિસ્સાનો વતની હતો. ત્રણ મહિના પહેલાં જ રોજગારીની શોધમાં સુરત આવ્યો હતો. પિતાના નિધન બાદ બે બહેન અને વિધવા માતાનો એકનો એક આર્થિક સહારો હતો. દારૂના નશામાં એસિડ પીધા બાદ તેણે કહ્યુ, મે એસિડ પી લીધુ છે, એટલે તમામ રૂમ પાર્ટનર ચોકી ગયા હતા અને તેને તુરંત સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા, જ્યા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
22 વર્ષની ઉંમરે મિત્ર જિતેન્દ્રના મોતની વતનમાં રહેતા પરિવારને જાણ કરતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. જિતેન્દ્ર સંચા કારીગર તરીકે કામ કરતો હતો. ત્રણ પોટલી બહાર પીને તે આવ્યો હતો અને બીજી ત્રણ પોટલી સાથે લાવ્યો હતો. જિતેન્દ્રની બહેનના આવતા મહિને લગ્ન પણ લેવાના હતા.