spot_img

ઓમિક્રોનના ખતરા વચ્ચે આ કિટ વસાવી લો ઓક્સિજન ઘટતા સમયે આવશે કામ

દેશમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ચૂકી છે. આ લહેરથી બચવા તમે એલર્ટ રહો એ જરૂરી છે. યોગ્ય ડાયટ અને કોવિડ પ્રોટોકોલ ફોલો કરવાની સાથે તમે ગેજેટ્સ વસાવી પણ તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકો છો. કોવિડથી બચવા માટે તમે આ ગેજેટ્સનો ઉપયોગ કરી શકો છો.

UV સ્ટેરિલાઈઝર બોક્સ કોવિડ મહામારી દરમિયાન તમારા ઘરે હોવું જરૂરી છે. એ ઘરની હવામાં ફેલાયેલા બેક્ટેરિયા સાફ કરે છે. આ બોક્સમાં સ્માર્ટફોન, સનગ્લાસ, ઈયરફોન, ચલણી નોટ સહિતની અનેક નાની વસ્તુઓ સ્ટેરિલાઈઝ કરી શકાય છે. ત્રીજી લહેરની પીક પહેલાં જ તમે પલ્સ ઓક્સિમીટર વસાવી લો. એ બ્લડ ઓક્સિજન લેવલ જણાવે છે. એની કિંમત પણ પરવડે એવી જ હોય છે.

તમારા ઘરે ઓક્સિજન કેનિસ્ટર હોવું જરૂરી છે. કોવિડ પોઝિટિવ દર્દીનું ઓક્સિજન લેવલ નીચું જતું રહે તો ઈમર્જન્સીમાં એ કામ આવે છે. એની ખરીદી ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરી શકાય છે.

કોવિડ દર્દીનું બ્લડપ્રેશર મેઇન્ટેન રહે એ જરૂરી છે. તમારા ઘરે જ આ મશીન વસાવી લો. માર્કેટમાં બીપી ચેક કરવા માટે ઈલેક્ટ્રોનિક મશીન પણ મળે છે. એ ઓટોમેટિક BP માપે છે. તમને કોરોનાનાં કોઈ લક્ષણો જણાય તો પ્રારંભિક સ્તરે તમે આ કિટથી કોવિડ ટેસ્ટ કરી શકો છો. ટેસ્ટ કિટનું રિઝલ્ટ પોઝિટિવ આવે તો તમે આઈસોલેટ થઈ શકો છો. રેપિડ ટેસ્ટથી તમે લાંબી લાઈન અને ભીડથી બચી શકો છો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles