નવુ વર્ષ ઘણાબાધા બદલાવ લઇને આવી રહ્યું છે, ત્યારે વર્ષ 2022 તમારા ખિસ્સાને પણ અસર કરશે. ઘણી વસ્તુઓના ભાવ નવા વર્ષથી વધી રહ્યો છે. આ ફેરફારથી સામાન્ય લોકોથી લઇ વેપારી સુધી અસર થશે. 1 જાન્યુઆરી 2022ના રોજ કેટલીય વસ્તુઓ પર ટેક્સ વધી રહ્યો છે. આ દ્રષ્ટિથી કપડાં અને જૂતા ચપ્પલ ખરીદવાથી લઇ કેબનું ઓનલાઇન બુકિંગ સુદ્ધાં તમને મોંઘુ પડવાનું છે.
1 જાન્યુઆરીથી કપડાં અને ફૂટવેર પર 12% GST લાગૂ થશે. ભારત સરકારે કપડાં, રેડીમેડ અને ફૂટવેર પર 7% GST વધારી દીધો છે. 1 જાન્યુઆરીથી રેડીમેડ ગારમેન્ટસ પર GSTનો દર 5%થી વધીને 12% થઇ જશે. તેનાથી રેડીમેડ ગારમેન્ટના ભાવ વધશે. એવામાં નવા વર્ષથી રેડીમેડ ગારમેન્ટસ ખરીદવા માટે ગ્રાહકોને વધુ નાણાં ચૂકવવા પડશે.
આ સિવાય ઓનલાઇન રીતે ઓટો રિક્ષા કે કેબ બુકિંગ પર 5% GST લાગશે. એટલે કે ઓલા, ઉબર જેવી એપ બેઝ કેબ સર્વિસ પ્રોવાઇડર પ્લેટફોર્મ પરથી ઓટો રિક્ષા બુક કરાવું હવે મોંઘું થઇ જશે. નવા વર્ષથી ફૂડ ડિલિવરી એપ્સ જેમકે ઝોમેટો અને સ્વિગી પર પણ 5% જીએસટી લાગૂ થશે. જો કે યુઝર્સ પર તેની કોઇ અસર પડવાની નથી કારણ કે પહેલેથી જ ક્લિયર થઇ ચૂકયું છે કે સરકાર આ ટેક્સ ગ્રાહકો પાસેથી નહીં પરંતુ એપ કંપનીઓ પાસેથી વસૂલશે.