વડોદરાઃ ચાર રસ્તે રેડ સિગ્નલને કોઈ ઘણકારતુ નથી. સમય પૂરો થવાની રહા જોવા વગર લોકો ચાલતી પકડે છે અથવા તો વાહનો દોડાવી દે છે. ક્યારેક આ ઉતાવળ બહુ ભારે પડી શકે છે.
વડોદરા શહેર પોલીસે પોતાના ટ્વિટર હેન્ડલ પર લોકોમાં રેડ સિગ્નલને લઈને જાગૃતિ આવે એટલા માટે એક વીડિયો શેર કર્યો. જેમાં એક ચાર રસ્તા પર શહેર પોલીસે લગાવેલા સીસીટીવીમાં અકસ્માતની ઘટના કેદ થઈ ગઈ. શહેર પોલીસે મુકેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે ચાર રસ્તા પર રેડ સિગ્નલ શરૂ થતાં અન્ય તમામ વાહનો ધીમે થઈને બ્રેક મારીને ઝીબ્રા ક્રોસિંગ પહેલાં ઉભા રહી જાય છે.
સિગ્નલ તોડવું કેટલું ભયજનક હોઈ શકે છે.. આપ પોતે જ જુઓ..@sanghaviharsh @ashishbhatiaips@Shamsher_IPS @GujaratPolice@pkumarias#VadodaraCityPolice pic.twitter.com/veqzYCcMZ9
— its__salman_official (@OFFICE_OF_RS) November 10, 2021
જો કે બીજી તરફથી એક યુવતી અચાનક પોતાનુ સફેદ કલરનુ એક્ટિવા લઈને ચાર રસ્તા ક્રોસ કરવા માટે ભગાવીને નિકળવાનો પ્રયાસ કરે છે. જો કે સામેથી સફેદ કાર આવતી હોવાની તે યુવતી વચ્ચે ઉભેલા ટ્રકના કારણે જોઈ ન શકી અને સફેદ કારના વ્યક્તિ પણ એક્ટિવા ચાલક યુવતીને ન જોઈ શક્યા. જેના કારણે યુવતીની એક્ટિવા અને સફેદ કલરની કાર વચ્ચે ટક્કર સર્જાઈ જાય છે ટક્કર સર્જાયા બાદ ટ્રકમાં બેઠોલો ડ્રાઈવર અને કાર ચાલક તુરંત વાહનમાંથી ઉતરીને યુવતીની મદદે પહોંચી જાય છે. ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં યુવતીને વધુ ઈજાઓ પહોંચી નહોતી.
જો કે આ વીડિયો પરથી ગુજરાત પોલીસ અને વડોદરા પોલીસ સંદેશો આપવા માંગે છે. કે ટ્રાફિક સિગ્નલના નિયમો પાલન કરો નહી તો આના કરતાં પણ મોટી પરેશાનીનો સામનો કરવાનો વારો આવી શકે છે.