spot_img

Incomtax Return ભરવાની તારીખ બદલાઈ જુઓ કઈ નવી તારીખ થઈ જાહેર

જેમને હજુ સુધી IT રીટર્ન ભરવાનું બાકી હોય તો તેમના માટે રાહતના સમાચાર આપ્યા છે. ઈન્કમ ટેક્સ રિર્ટન(Incomtax Return) ફાઈલ કરવાની તારીખ(Date) લંબાવી લંબાવવામાં આવી છે. હવે 15 માર્ચ 2022 સુધી આઈટીઆર ફાઈલ કરી શકાશે. ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલિંગની અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2021 હતી પરંતુ હવે તેને ત્રણ મહિના લંબાવી દેવાઈ છે.

 

હવે 15 માર્ચ સુધી એસેસમેંટ વર્ષ 2021-22નું રિટર્ન ફાઈલ કરી શકાશે

ઈન્કમટેક્સ વિભાગ દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશનમાં જાહેર કરાયુ છે કે કોરોના કાળમાં કરદાતાઓની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સરકારે ITRની તારીખ લંબાવાઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા આઈટીઆરની તારીખ લંબાવાયા બાદ હવે કરદાતાઓ હવે માર્ચના મધ્ય સુધી નાણાકીય વર્ષ 2021નું ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરી શકશે.

ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવાની તારીખમાં પણ કરાયો વધારો

નાણા મંત્રાલયે ઈન્કમ ટેક્સ રિટર્નની ઉપરાંત અલગ અલગ ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવાની તારીખ પણ લંબાવી છે. ઓડિટ રિપોર્ટ ફાઈલિંગની નવી તારીખ 15 ફેબ્રુઆરી 2022 સુધી લંબાઈ દેવાઈ છે. સરકારે 2020-21ના અગાઉના નાણાકીય વર્ષ માટે ઈન્કમ ટેક્સની જોગવાઈઓ હેઠળ ઓડિટ રિપોર્ટ રજૂ કરવાની છેલ્લી તારીખ પણ 15 ફેબ્રુઆરી 2022 સુધી લંબાવી છે.

ડિસેમ્બરના અંતમાં સરકારે દ્વારા જણાવાયું હતું કે આવકવેરા રિટર્ન ભરવાની સમયમર્યાદા વધારવાનો કોઈ પ્રસ્તાવ તેમની પાસે આવ્યો નથી જેનાથી ઈન્કમટેક્સ રીટર્ન ભરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર, 2021 છે. સાથે સાથે આ વર્ષે ફાઇલ કરાયેલા રીટર્નની સંખ્યા ગયા વર્ષની તુલનામાં વધુ છે.

જાહેરનામામાં જણાવાયુ છે કે ઈન્કમટેક્સ અધિનિયમ 1961ની જોગવાઈઓ હેઠળ વિવિધ ઓડિટ અહેવાલો અને ઇ-ફાઈલિંગ દરમિયાન પડતી સમસ્યાઓને કારણે સમયમર્યાદા લંબાવાયો છે. હવે 15 માર્ચ, 2022 સુધીમાં આઇટીઆર ફાઇલ કરી શકશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles