spot_img

IND VS ENG: ઇગ્લેન્ડ પ્રથમ ઇનિંગમાં 284 રનમાં ઓલઆઉટ, ટીમ ઇન્ડિયાને મળી 132 રનની લીડ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચમી ટેસ્ટનો ત્રીજો દિવસ ચાલી રહ્યો છે. ભારતીય ટીમે પ્રથમ દાવમાં 416 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 284 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બીજા દાવમાં ભારતની શરૂઆત ખરાબ રહી હતી. શુભમન ગિલને જેમ્સ એન્ડરસને પહેલી જ ઓવરમાં આઉટ કર્યો હતો. તેણે 3 બોલમાં 4 રન બનાવ્યા હતા. ચેતેશ્વર પૂજારા અને હનુમા વિહારી ક્રિઝ પર છે.

ઈંગ્લેન્ડ તરફથી પ્રથમ ઇનિંગમાં જોની બેયરસ્ટોએ સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 106 રનની ઇનિંગ રમી હતી. આ સાથે જ ટીમ ઈન્ડિયા તરફથી મોહમ્મદ સિરાજે 4 વિકેટ ઝડપી હતી. ટીમ ઈન્ડિયાને પ્રથમ ઇનિંગના આધારે 132 રનની લીડ મળી છે.

બેયરસ્ટોની 11મી સદી, શમીએ આઉટ કર્યો

ઈંગ્લેન્ડ માટે શાનદાર ફોર્મમાં ચાલી રહેલા જોની બેયરસ્ટોએ પોતાની ટેસ્ટ કારકિર્દીની 11મી સદી ફટકારી હતી. તેણે 140 બોલનો સામનો કર્યો અને 106 રન બનાવ્યા. આ દરમિયાન તેણે 14 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. બેયરસ્ટોને મોહમ્મદ શમીએ આઉટ કર્યો હતો અને તેનો કેચ વિરાટ કોહલીએ પકડ્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં બેયરસ્ટોની આ સતત ત્રીજી સદી છે. આ પહેલા તેણે ન્યૂઝીલેન્ડ સામે 136 અને 162 રન બનાવ્યા હતા. 2022માં ઈંગ્લેન્ડના આ બેટ્સમેને 5 સદી ફટકારી છે.

વિરાટ બેયરસ્ટો વચ્ચે લડાઇ

ઈંગ્લેન્ડની ઈનિંગ દરમિયાન ભારતના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને જોની બેયરસ્ટો વચ્ચે લડાઇ થઇ હતી.  કોહલી સ્લિપમાં ઊભો હતો અને બેયરસ્ટોને સ્લેજ કરી રહ્યો હતો. આ દરમિયાન બેયરસ્ટો ગુસ્સામાં આવી ગયો અને વિરાટ પર બૂમો પાડવા લાગ્યો. કોહલીએ ઈંગ્લેન્ડના બેટ્સમેનને પણ જવાબ આપ્યો. હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

જો ભારત આ મેચ જીતે છે અથવા ડ્રો કરે છે તો તે 15 વર્ષ સુધી ઈંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ શ્રેણી જીતવામાં સફળ રહેશે. ભારતીય ટીમ છેલ્લે 2007માં ટેસ્ટ શ્રેણી જીતી હતી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles