spot_img

IND vs ENG:  ઇગ્લેન્ડ વિરુદ્ધ જાડેજાની શાનદાર સદી, વિદેશમાં પ્રથમ ટેસ્ટ સદી ફટકારી બનાવ્યા અનેક રેકોર્ડ્સ

એજબેસ્ટન ખાતે ઇંગ્લેન્ડ સામેની 5મી પુનઃ નિર્ધારિત ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં ભારતે 416 રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયાને આ સ્કોર સુધી લઈ જવામાં રિષભ પંત અને રવિન્દ્ર જાડેજાની જોડીએ સૌથી મહત્વની ભૂમિકા ભજવી હતી. એક સમય એવો હતો જ્યારે ટીમ ઈન્ડિયાએ 98 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારે આ બંને ખેલાડીઓએ 6ઠ્ઠી વિકેટ માટે 222 રનની ભાગીદારી કરીને ભારતને ન માત્ર મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું પરંતુ ભારતને મોટા સ્કોર સુધી પહોંચાડ્યું. પંતે 146 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી જ્યારે જાડેજાએ વિદેશી ધરતી પર પોતાની પ્રથમ સદી ફટકારતા 104 રન બનાવ્યા હતા.

આ ટેસ્ટ મેચ પહેલા એજબેસ્ટન મેદાન પર સચિન તેંડુલકર અને વિરાટ કોહલી  એમ ફક્ત બે ભારતીય બેટ્સમેનોએ સદી ફટકારી હતી. હવે પંત અને જાડેજાએ પણ આ યાદીમાં પોતાનું નામ નોંધાવ્યું છે. આ બંને બેટ્સમેન સચિન અને કોહલીની ક્લબમાં પણ સામેલ થઈ ગયા છે.

2007 પછી ભારતીય ક્રિકેટમાં આ પ્રથમ વખત છે જ્યારે બે ડાબા હાથના ભારતીય બેટ્સમેનોએ એક જ ઇનિંગ્સમાં સદી ફટકારી હોય. એસ રમેશ (110) અને સૌરવ ગાંગુલી (125)એ 1999માં ન્યૂઝીલેન્ડ સામે પહેલીવાર આવું કર્યું હતું, જ્યારે 2007માં સૌરવ ગાંગુલી (239) અને યુવરાજ સિંહ (169)એ પાકિસ્તાન વિરુદ્ધ સદી ફટકારી હતી. પંત અને જાડેજાની જોડી ભારત માટે આવું કરનારી ત્રીજી જોડી બની ગઈ છે.

વિદેશની ધરતી પર રવિન્દ્ર જાડેજાની આ પ્રથમ સદી છે. ટેસ્ટ ક્રિકેટમાં રમાયેલી 60 મેચોમાં આ ખેલાડીએ અત્યાર સુધીમાં બે સદી ફટકારી છે અને આ બંને સદી ભારતની ધરતી પર ફટકારી છે. તેણે 2018માં વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ સદી ફટકારી હતી, જ્યારે બીજી સદી તેણે તે જ વર્ષે શ્રીલંકા સામે ફટકારી હતી. જાડેજાએ શ્રીલંકા સામે રેકોર્ડ 175 રન બનાવ્યા હતા.

ઋષભ પંત અને રવિન્દ્ર જાડેજા વર્ષ 2022માં ભારત માટે સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં ટોચ પર છે. પંતે આ વર્ષે અત્યાર સુધીમાં 475 રન બનાવ્યા છે, જ્યારે જાડેજાએ 305 રન બનાવ્યા છે. આ બંને સિવાય કોઈ ભારતીય બેટ્સમેન 300નો આંકડો પાર કરી શક્યો નથી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles