ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુંબઈમાં રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે ટીમ ઇન્ડિયા મજબૂત સ્થિતિમાં પહોંચી ગઇ છે. ભારતે 332 રનની લીડ મેળવી લીધી છે. બીજી ઇનિંગમાં ટીમ ઇન્ડિયાના એક પણ વિકેટ ગુમાવ્યા વિના 69 રન બનાવી લીધા છે.
આ અગાઉ ન્યૂઝિલેન્ડની ટીમ બીજી ઇનિંગમાં 62 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ન્યૂઝીલેન્ડની ઈનિંગ માત્ર 28.1 ઓવરમાં 62 રનમાં સંકેલાઈ ગઈ હતી. ન્યૂઝીલેન્ડની ઈનિંગમાં ફક્ત 2 ખેલાડી બે આંકડાનો સ્કરો કરી શક્યા હતા. કાઇલ જેમિસને 17 અને ટોમ લાથમે 10 રન બનાવ્યા હતા. ત્યારબાદ અક્ષર પટેલે 2 વિકેટ ઝડપી હતી. ભારતને આ ઈનિંગમાં 263 રનની લીડ મળી હતી. ભારત વતી મોહમ્મદ સિરાજે 4 ઓવરમાં 3 વિકેટ ઝડપી હતી જ્યારે અક્ષર પટેલે 2, અશ્વિને 8 ઓવરમાં 4 અને જયંત યાદવે 1 વિકેટ ઝડપી હતી.
આ અગાઉ મયંક અગ્રવાલના શાનદાર 150 રનની બદોલત ભારતે પ્રથમ ઇનિંગમાં 325 રન બનાવ્યા હતા. આ મેચમાં ન્યૂઝીલેન્ડના ખેલાડી એજાઝ પટેલે જોરદાર પ્રદર્શન કર્યુ હતું. એઝાઝ પટેલે પ્રથમ ઇનિંગમાં ટીમ ઇન્ડિયાની તમામ 10 વિકેટ ઝડપી રેકોર્ડ બનાવ્યો હતો.