દુબઇઃ ટી-20 વર્લ્ડકપમાં ન્યૂઝિલેન્ડે ટીમ ઇન્ડિયાને આઠ વિકેટે હાર આપી વર્લ્ડકપ જીતવાના ટીમ ઇન્ડિયાના સ્વપ્નને તોડી નાખ્યું હતું. 111 રનના ટાર્ગેટને ન્યૂઝિલેન્ડની ટીમે 14.3 ઓવરમાં બે વિકેટના નુકસાન પર પાર કરી મેચ જીતી લીધી હતી. આ પરાજય સાથે જ સેમિ ફાઇનલમાં પહોંચવાની ભારતની આશાને મોટો ફટકો પડ્યો છે. હવે અને જો અને તો ની સ્થિતિ પણ આધાર રાખવો પડશે. ન્યૂઝીલેન્ડ તરફથી મિચેલે 49 અને કેન વિલિયમસને અણનમ 33 રન બનાવ્યા હતા. ભારત તરફથી બંને વિકેટ બુમરાહે ઝડપી હતી.
આ અગાઉ ટોસ હારીને પહેલા બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 110/7નો સ્કોર નોંધાવ્યો હતો. રવીંદ્ર જાડેજા ઈન્ડિયન ટીમનો ટોપ સ્કોરર રહ્યો હતો, તેણે 26 રન કર્યા હતા. વળી કીવી ટીમ માટે ટ્રેંટ બોલ્ટે 3 વિકેટ લીધી હતી. 111 રનનો ટાર્ગેટ ન્યૂઝીલેન્ડની ટીમે 14.3 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર ચેઝ કરી લીધો છે