ભારતે સેંચુરિયનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાને 113 રને હરાવી દીધુ છે. 305 રનના પડકારનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાની ટીમ 191 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. ભારતની સેંચુરિયનમાં આ પ્રથમ ટેસ્ટ જીત છે.
દક્ષિણ આફ્રિકા 191 રનમાં ઓલ આઉટ
દક્ષિણ આફ્રિકા પ્રથમ ઇનિંગ્સમાં 191 રનમાં ઓલ આઉટ થઇ ગયુ હતુ. આફ્રિકા તરફથી કેપ્ટન ડીન એલ્ગરે સૌથી વધુ 77 રન બનાવ્યા હતા. ભારત તરફથી જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમીએ 3-3 વિકેટ ઝડપી હતી. જ્યારે મોહમ્મદ સિરાજ અને રવિચંદ્રન અશ્વિને 2-2 વિકેટ ઝડપી હતી.
ભારત બીજી ઇનિંગ્સમાં 174માં ઓલ આઉટ
ભારતીય ક્રિકેટ ટીમ બીજી ઇનિંગ્સમાં 174 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. ભારત તરફથી રિષભ પંતે સૌથી વધુ 34 રન બનાવ્યા હતા. તે પછી લોકેશ રાહુલ 23, રહાણે 20, કોહલી 18, પૂજારા 16 રન બનાવ્યા હતા.
આફ્રિકા તરફથી રબાડા અને માર્કો જોનસેને 4-4 વિકેટ ઝડપી હતી જ્યારે એનગિડીએ 2 વિકેટ ઝડપી હતી.
ભારત તરફથી પ્રથમ ઇનિંગ્સમાં લોકેશ રાહુલે 123 રન બનાવ્યા હતા જ્યારે મયંક અગ્રવાલે 60 રનની ઇનિંગ્સ રમી હતી. રહાણેએ 48, કોહલીએ 35 રન બનાવ્યા હતા