ટીમ ઇન્ડિયાના કેપ્ટન રિષભ પંતને દક્ષિણ આફ્રિકા સામેની ઘરઆંગણે ટી20 શ્રેણી માટે ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. કેએલ રાહુલની ઈજા બાદ પંત પાસે ટીમ ઈન્ડિયાની આગેવાની કરીને પોતાને સાબિત કરવાની મોટી તક હતી પરંતુ તેમ થયું નથી. પાંચ મેચોની T20 શ્રેણીમાં ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે સતત બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
આ સાથે પંતના નામે એક એવો રેકોર્ડ નોંધાયો હતો જેને તે ક્યારેય યાદ રાખવા માંગતો નથી. પંત ભારતના કેપ્ટન બની ગયા છે જેના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાને સતત બે T20 ઈન્ટરનેશનલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ પહેલા વિરાટ કોહલીને તેની કપ્તાનીમાં પ્રથમ T20 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં હવે પંતે તેને પાછળ છોડી દીધો છે.
ટી-20માં ભારતના કેટલાક કેપ્ટન એવા છે જેમણે પોતાની પ્રથમ મેચમાં જીત સાથે શરૂઆત કરી હતી. જેમાં વીરેન્દ્ર સેહવાગ, અજિંક્ય રહાણે, કેએલ રાહુલ અને સુરેશ રૈનાના નામનો સમાવેશ થાય છે, જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીએ સ્કૉટલેન્ડ સામેની ટી-20માં પ્રથમ વખત કેપ્ટનશિપ માટે મેદાનમાં આવ્યો હતો પરંતુ વરસાદના કારણે મેચ રદ્દ થઈ ગઈ હતી પરંતુ ત્યાર પછીની મેચમાં તેણે કેપ્ટનશિપ કરી હતી. ટીમને વિજય અપાવ્યો હતો.
દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી ઘરેલુ T20 શ્રેણીની બીજી મેચમાં ટોસ હાર્યા બાદ, તેને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 148 રન બનાવ્યા હતા. ભારત તરફથી શ્રેયસ અય્યરે સૌથી વધુ 40 રનની ઇનિંગ્સ રમી હતી. આ સિવાય ઈશાન કિશને 34 અને દિનેશ કાર્તિકે 30 રનનું યોગદાન આપ્યું હતું.
ભારતે જીત માટે આપેલા 149 રનના લક્ષ્યાંકનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનિંગ જોડી કેપ્ટન ટેમ્બા બાવુમા અને રિઝા હેન્ડ્રીક્સે ટીમ માટે ઇનિંગ્સની શરૂઆત કરી હતી, જ્યાં હેન્ડ્રીક્સ બોલર ભુવનેશ્વર કુમાર દ્વારા પ્રથમ ઓવરના છઠ્ઠા બોલ પર ક્લીન બોલ્ડ થયો હતો. તે પછી ડ્વેન પ્રિટોરિયસ ક્રિઝ પર આવ્યો હતો. પ્રિટોરિયસ પણ કુમારના બોલ પર અવેશ ખાનના હાથે કેચ આઉટ થયો હતો. તેના પછી રાસી વાન ડેર ડુસેન ક્રિઝ પર આવ્યો.
ડ્યુસેન પછી હેનરિક ક્લાસેન ક્રિઝ પર આવ્યો. આ દરમિયાન ભુવનેશ્વરને બેક ટુ બેક ઓવરમાં ત્રણ સફળતા મળી હતી. પાવરપ્લે દરમિયાન ટીમે 3 વિકેટ ગુમાવીને 29 રન બનાવ્યા હતા. ક્લાસેન અને કેપ્ટને ચોથી વિકેટ માટે 64 રનની ભાગીદારી કરી, જેણે ટીમને શરૂઆતના આંચકોમાંથી બહાર લાવવામાં મદદ કરી.
આ પછી અંતે ડેવિડ મિલરે 15 બોલમાં અણનમ 20 રનની ઇનિંગ રમીને દક્ષિણ આફ્રિકાને 10 બોલ બાકી રહેતા લક્ષ્યાંક સુધી પહોંચાડ્યું. આ સાથે જ મુલાકાતી ટીમે પાંચ મેચની આ શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે.