IND vs SA ODI Series: ભારત સાઉથ આફ્રિકા વચ્ચે ટેસ્ટ સીરિઝ બાદ વન-ડે સીરિઝ રમાશે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 3 વનડે મેચની સીરિઝ રમાશે. ત્રણ વનડે સીરિઝની પ્રથમ મેચ 19મી જાન્યુઆરીથી શરૂ થશે. રોહિત શર્માની ગેરહાજરીમાં આ વનડે સીરિઝની કેપ્ટનશીપ હવે કે.એલ.રાહુલને સોંપવામાં આવી છે.
ભારત વચ્ચે 19મી જાન્યુઆરીએ પ્રથમ, 21મી જાન્યુઆરીએ બીજી અને 23મી જાન્યુઆરીએ ત્રીજી વન-ડે રમાશે. જોકે, સાઉથ આફ્રિકામાં ફાટી નીકળેલા ઓમીક્રોન વાયરસના કારણે ટી-20 સીરિઝ રદ કરવામાં આવી છે.ભારતીય ટીમની કેપ્ટનશીપ કે.એલ.રાહુલ કરશે જ્યારે સાઉથ આફ્રિકાની વનડે ટીમનો કેપ્ટન ટેમ્બા બાવુમા છે. ભારતીય ટીમ 19 ખેલાડીઓની છે.
ભારતમાં વનડે સીરિઝનું લાઇવ પ્રસારણ સ્ટારસ્પોર્ટ્સ નેટવર્ક પર જોવા મળશે જ્યારે મેચનું લાઇવ સ્ટ્રિમીંગ ડિઝની + હોટસ્ટાર પર જોવા મળશે. આ વનડે મેચ સ્થાનિક સમય પ્રમાણે સવારે 10.30 અને ભારતીય સમય પ્રમાણે બપોરે (2.00) વાગ્યાથી શરૂ થશે.
ટીમ ઇન્ડિયા
કે.એલ રાહુલ (કેપ્ટન) શિખર ધવન, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સુર્ય કુમાર યાદવ, વેંકટેશ ઐયર, રવિચંદ્રન અશ્વિન, રિષભ પંત, ઈશાન કિશન, યૂઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, દિપક ચહર, પ્રસિદ્ધ ક્રિષ્ના, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, જયંત યાદવ, નવદીપ સૈની
સાઉથ આફ્રિકા ટીમ
ટેમ્બા બાવુમા (કેપ્ટન) ઝૂબેર હમઝા, જાનેમન મલાન, એડન મારકરમ, ડેવિડ મીલર, રાસી વાન ડેર ડુસેન, માર્કો યાનસેન, વાયન પાર્નેલ, એનડીલ ફેલુકવાયો, ડોન પ્રિટોરિયસ, ક્વિન્ટન-ડી-કોક, કાયલ વેરેયેને, કેશવ મહારાજ, સિસાન્ડા મગાલા, લુંગી એનગીડી, કાગીશો રબાડા, તબરેઝ શમશી