spot_img

ભારત બાયોટેકનો દાવો Covaxinનો બુસ્ટર ડોઝ વરદાન સાબિત થશે

ગુજરાત સાથે દેશમાં કોરોનાના કેસો દિવસે દિવસે વધી રહ્યા છે. બીજી લહેરમાં જેટલા ઝડપી કેસો ભારતમા વધ્યા હતાં તેના કરતાં પણ ઝડપી ત્રીજી લહેરમા કેસો વધી રહ્યા છે. દેશમાં કોરોના સંક્રમણની સંખ્યા 1.90 કરતાં પણ વધી ગઈ છે. સરકારે સતર્કતા દાખવીને વૃદ્ધો અને આરોગ્ય કર્મચારીઓ માટે બુસ્ટર ડોઝની શરૂઆત કરી દીધી છે. સાથે સાથે 15 થી 17 વર્ષની વયના સગીરો માટે રસીકરણ પૂરજોશમાં શરૂ કરી દીધુ છે. બધી લડાઈ વચ્ચે હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક કંપની કે જેણે કોવેક્સિન રસીની શોધ કરી છે. તેને મોટો ખુલાસો કરી કાઢ્યો છે.

હૈદરાબાદ સ્થિત કંપની ભારત બાયોટેકે વધતાં જતાં કોરોના સંક્રમણ વચ્ચે બહુ જ શાંતિના સમાચાર આપ્યા છે. કંપનીએ દાવો કર્યો છે કે ત્રીજા ડોઝમાં ઉપયોગમાં લેવાતી રસી કોરોના, ઓમિક્રોન અને ડેલ્ટા બંને વેરિએંટને હરાવવામાં સક્ષમ છે. શનિવારે કંપની દ્વારાસોશ્યલ મીડિયા પર જાહેરાત કરાઈ હતી. કંપનીએ જણાવ્યુ હતું કે કોવેક્સીનના બૂસ્ટર ડોઝની ટેસ્ટિંગમાં અત્યાર સુધી કોઈ પ્રકારની આડઅસર નોંધાઈ નથી. અને તે વાયરસના તમામ પ્રકારો અને વેરિએંટ સામે લાંબા ગાળાની સુરક્ષા આપવામાં સક્ષમ છે.

કંપનીના દાવા પ્રમાણે ટ્રાયલ દરમિયાન જે વ્યક્તિઓએ બૂસ્ટર ડોઝ લીધો છે તે લોકોમાં એન્ટિબોડીઝ બે ડોઝ લેવાની તુલનામાં 5 ગણી વધી ગઈ છે. ત્રીજો ડોઝ લીધા પછી, લોકોમાં CD4 અને CD8 સેલ્સમાં વધારો થયો છે તેવો કંપનીએ દાવો કર્યો છે. શરીરમાં રહેલા આ કોષો કોરોના વાયરસ સામે લાંબા સમય સુધી રક્ષા કરે છે. કોવેક્સીનના ટ્રાયલ દરમિયાન આડઅસર પણ ઓછી થઈ છે. આવી સ્થિતિમાં,જો બૂસ્ટર ડોઝના લેવામાં આવે તો તે રૂપમાં વરદાન સાબિત થશે.

10 જાન્યુઆરીથી દેશમાં ત્રીજા ડોઝની શરૂઆત થઈ ગઈ છે
10 જાન્યુઆરી આખા ભારતમાં આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસીની બુસ્ટર ડોઝ આપવાની શરૂઆત કરાઈ છે. અત્યાર સુધીમાં 26 લાખ લોકોએ બુસ્ટર ડોઝ લઈ લીધો છે.

ઉલ્લેખનીય છે કે 3 જી જાન્યુઆરીથી 15 થી 17 વર્ષની વયના કિશોરોએ રસી આપવાની કામગીરી ચાલુ કરાઈ છે. બુધવાર, 12 જાન્યુઆરી, 2022 ના રોજ સાંજે 6 વાગ્યા સુધીમાં, આ વયના 2.96 કરોડ કિશોરોને રસી આપવામાં આવી છે. દેશમાં કુલ 1,54,53,85,827 લોકોને રસી આપવામાં આવી છે. આમાંથી 64,36,00,997 લોકોને સંપૂર્ણ રસી આપવામાં આવી છે. 26,07,374 લોકોને સાવચેતીના ડોઝ પણ મળ્યા છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles