કોરોના સંક્રમણ દિવસ રાત વધી રહ્યું છે. તેની વચ્ચે રવિવારે ભારતના કોરાના સામે રસીકરણ અભિયાનને એક વર્ષ પૂર્ણ થશે. આજે પણ ભારતમાં રોજના 2.50 લાખ કરતાં વધુ કોરાનાના કેસ આવે છે. પરંતુ આજે એટલે કે બરાબર એક વર્ષ પહેલં 16 જાન્યુઆરી 2021ના રોજ ભારતમાં રસીકરણ અભિયાનની શરૂઆત થઈ હતી. કેન્દ્રિય આરોગ્ય વિભાગે રસીકરણને ત્રણ ચરણમાં ચાલુ કર્યુ હતુ. સૌથી પહેલાં સ્વાસ્થ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી. તેના પછી ફ્રંટલાઈન કાર્યકર્તાઓને રસી આપવામાં આવી હતી. તેના પછી આવશ્યક સેવા સાથે જોડાયેલા કર્મચારીઓને રસી અપાઈ હતી. બાદમાં 50 વર્ષ થી વધુ વયના અને અન્ય બિમારીથી પીડાતા લોકોના રસીકરણનો પ્રારંભ થયો હતો. જો કે આપને એ સામાન્ય વ્યક્તિ યાદ નહી હોય. જેને કોવિડ વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો.
ભારતમાં કોરોના સંક્રમણો પહેલો કેસ સામે આવ્યાના એક વર્ષ પછી એટલે કે 16 જાન્યુઆરીપ 2021ના રોજ સૌથી મોટા રસીકરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. જેના કારણે કોરોનાના કારણે જીવનને અસ્તવ્યસ્ત કરી નાંખનારી આ મહામારીને હરાવા માટે યુદ્ઘની શરૂઆત થઈ હતી. રસીકરણ અભિયાનની શરૂઆત દિલ્હી સ્થિત AIIMS માંથી થઈ હતી. જેમાં છેલ્લા 9 વર્ષ થી કામ કરતાં સફાઈ કર્મી મનિષ કુમારે કોવિડ 19 વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો. મનીષના પરિવારના ઘણાં લોકો પણ હાલમાં સફાઈકર્મી તરીકે ફરજ નિભાવે છે. મનીષે જ્યારે રસીકરણનો પહેલો ડોઝ લીધો ત્યારે તેણે જણાવ્યુ હતુ કે ઘણાં લોકોના મનનમાં ડર છે કે રસી લેવી જોઈએ કે નહી પરંતુ મે સામેથી કહ્યુ કે સૌથી પહેલા રસીનો ડોઝ હું લઈશ. મેં રસી લીધી અને અત્યારે મને કોઈ સમસ્યા નથી. સાથે હું લોકોને અપીલ પણ કરું છુ કે તમામ રસી લેવી જોઈએ. રસી લેવાથી કોઈએ ડરવાની જરૂર નથી.
હાલમાં ભારતમાં રસીકરણની શુ સ્થિતિ ?
આપને જણાવી દેવા માંગીએ છીએ કે અત્યારે પણ ભારતમાં 15 વર્ષથી વધુના સગીરોનું ટીકાકરણ ચાલી રહ્યુ છે. ઉપરાંત પહેલાંની જેમ જ બુસ્ટર ડોઝ પણ ભારતમાં આપવાની શરૂઆત પણ થઈ ગઈ છે. એક વર્ષના ગાળામાં ભારતમાં 1,56,02,51,117 લોકોનું રસીકરણ કરવામાં આવ્યુ છે. ભારતમાં અત્યારે પણ 1417820 એક્ટિવ કેસ છે, તો 34947390 લોકોએ કોરોનાને મ્હાત આપી પોતાના પરિવારજનો સાથે રહે છે. 87,17,00,350 લોકોએ રસીનો પહેલો ડોઝ લઈ લીધો છે.
65,22,17,975 લોકોએ કોવિડની રસીનો બીજો ડોઝ લઈ લીધો છે. 15 થી 18 વર્ષના 3,25,28,416 સગીરો પણ કોવીડનો પહેલો ડોઝ લઈ લીધો છે. 38,04,376 લોકોએ બુસ્ટર ડોઝ લઈ લીધો છે.