લાઇન ઓફ એક્ચુઅલ કંન્ટ્રોલ પર ચીન સાથે ચાલી રહેલા સરહદી વિવાદને જોતા ભારતે બોર્ડર પર પિનાકા રોકેટ લોન્ચર તૈયાર કર્યું છે. આ લોન્ચરનું નામ ભગવાન શિવના ધનુષ પિનાકના નામ પરથી રાખવામાં આવ્યું છે. મલ્ટીપલ રોકેટ લોન્ચર પિનાકા પુરી રીતે સ્વદેશી છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને તેને વિકસિત કર્યું છે. પિનાકા રોકેટની ક્ષમતા 120 કિલોમીટર સુધી હુમલો કરવાની છે. આ રોકેટ 100 કિલોગ્રામ સુધી વજન ઉંચકી શકવાની ક્ષમતા ધરાવે છે.
214 કેલિબરના આ લોન્ચરથી એક સાથે 12 પિનાકા રોકેટ ફેંકી શકાય છે. એક લોન્ચર બેટરી મારફતે 44 સેકન્ડમાં 72 પિનાકા રોકેટ ફેંકી શકાય છે. પિનાકા રોકેડની સ્પીડ લગભગ 5757 કિલોમીટર પ્રતિ કલાકની છે. એટલે કે સેકન્ડ્સમાં જ તે દુશ્મનોને રાખમાં ફેરવી શકે છે.
1999માં પાકિસ્તાન સાથેના કારગીલ યુદ્ધમાં પિનાક લોન્ચર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તે સમયે ઉંચાઇ ધરાવતા વિસ્તારોમાં મોકલવામાં આવ્યા જ્યાં આ રોકેટે પાકિસ્તાનના બંકરોને નષ્ટ કર્યા હતા.