spot_img

Pinak-ER હથિયાર જેના ઘા થી દુશ્મન પાણી નહી માંગે

(DRDO) ડિફેંસ રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશનને શનિવારે રાજસ્થાનના પોખરણમાં સ્વદેશી રોકેટ લોન્ચર સિસ્ટમ (PINAKA-ER)પિનાક-ઈઆરનું એક્સટેંન્ડેડ વર્ઝનનું સફળ પરિક્ષણ કર્યુ. સિસ્ટમને આર્મામેંટ રિસર્ચ એંડ ડેલવોપમેંટ એસ્ટાબ્લીશમેંટ અને પૂણેની હાઈ એનર્જી મટેરિલય રીસર્ચ લેબે તૈયાર કર્યુ છે.

ભાજપના આ  પાટીદાર મહિલા ધારાસભ્યની સ્થિતિ ગંભીર, ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરાયા

દુશ્મનોને નેસ્તો નાબુદ કરવા માટે ભારતીય સેના (INDIAN ARMY) માટે નવું હથિયાર આવી ગયુ છે. હવે ભારતીય સેનાની શક્તિમાં બમણી થઈ છે. ડીઆરડીઓએ રાજસ્થાનના પોખરણમાં આજે સ્વદેશી બનાવટના (MADE IN INDIA) રોકેટ લોન્ચર પિનાક ઈઆરનું સફળ પરિક્ષણ કર્યુ.

VIDEO: મુખ્યમંત્રીએ અનુસુચિતજાતીની મહિલાઓના પગ ધોઇને કર્યું સન્માન

Pinak રોકેટ લોંચરે ત્રણ દિવસ સુધી આપ્યા ટેસ્ટ

સેનાની અને ડીઆરડીઓના વેજ્ઞાનિકોએ ત્રણ દિવસમાં ફીલ્ડ ફાયરિંગ રેંજ અને કંપની દ્વારા બનાવામાં આવેલા રોકેટની મારક ક્ષમતાનું પૂર્ણ રીતે મુલ્યાંકન અને નિરિક્ષણ કર્યુ. વધારાયેલી મારક ક્ષમતા સાથે પિનાક રોકેટના પરિક્ષણ અલગ અલગ વિસ્ફોટ ક્ષમતા સાથે અલગ અલગ રેંજથી કરાયા. બધા પરિક્ષણો સંતોષકારક પણ નિવડ્યા. 24 રોકેટોને અલગ અલગ રેંજથી ટાર્ગેટ પર છોડવામાં આવ્યા. તમામ રોકેટે સફળતા પૂર્વક ટાર્ગેટ નેસ્તોનાબુદ પણ કર્યા.

સ્વદેશી ફ્યુઝનો પિનાક રોકેટમાં ઉપયોગ કરાયો

રોકેટ માટે સ્વદેશી સ્તરે તૈયાર કરાવામાં આવેલા ફ્યુઝનો પણ ઉપયોગ કરાયો. પૂના સ્થિન એઆરડીઓએ પિનાક રોકેટ માટે અલગ અલગ પ્રકારના ફ્યુઝ વિકસાવ્યા છે. ફ્યુઝ પણ તમામ પરિક્ષણો પાર કરી ગયા. સ્વદેશી ફ્યુઝ આવવાથી વિદેશમાંથી આયાત કરવા ફ્યુઝનુ સ્થાન લઈ લેશે. જેનાથી ભારતને આર્થિક રીતે પણ ફાયદો થશે.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છોડશે આ દિગ્ગજ કલાકાર, ક્રિસમસ પછી નહી દેખાય સિરિયલમાં

ઉલ્લેખનીય છે કે ભારતીય સેનામાં પાછલા ઘણાં વર્ષોમાં અત્યાધુનિક શસ્ત્રો ઉમેરાયા છે. તમામ શસ્ત્રો ભારતીય બનાવટના હોવાથી દેશને આર્થિક રીતે ઘણો ફાયદો થઈ રહ્યો છે. હથિયારોમાં વપરાતા પાર્ટ્સ પણ ભારતમાં તૈયાર થતાં હોવાથી અન્ય દેશો પર આધાર રાખવાનું પ્રમાણ પણ ઘટ્યુ છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles