અર્થવ્યવસ્થાની(Economic)દ્વષ્ટિએ ભારત(India)માટે આવનારા સમયમાં સારા સમચાર આવશે. 2030 સુધીમાં ભારતની અર્થવ્યવસ્થના જાપાનની(Japan)અર્થ વ્યવસ્થાને પછાડીને વિશ્વની ત્રીજા નંબરની સૌથી મોટી અર્થ વ્યવસ્થા બની શક્તા કોઈ રોકી શકશે નહી. આ જ સમયગાળામાં ભારતનું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ(GDP)જર્મની અને બ્રિટનને ધકેલી દેશે. IHS માર્કેટ દ્વારા શુક્રવારે જાહેર કરાયેલા અહેવાલમાં આ દાયકો ખુબ સારો પસાર થવાની અપેક્ષા સેવી છે.
કોરોના વધતા ગુજરાત સરકારે જાહેર કરી નવી ગાઇડલાઇન, ધોરણ 1થી 9ની સ્કૂલોમાં ઓફ લાઇન શિક્ષણ બંધ
હાલમાં ભારત દુનિયાની 6ઠ્ઠી મોટી અર્થવ્યવસ્થા છે
હાલમાં અમેરિકા, ચીન, જાપાન, જર્મની અને યુકે પછી ભારત વિશ્વની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. બજાર મૂલ્ય પર ભારતનો જીડીપી 2021માં $2,700 બિલિયનથી વધીને 2030 સુધીમાં $8,400 બિલિયન થવાનો અંદાજ છે. આ સ્પિડે ડેલવોપમેન્ટ સાથે, ભારતીય જીડીપીનું કદ 2030 સુધીમાં જાપાનને પાછળ છોડી દેશે, જેનાથી ભારત એશિયા-પેસિફિક ક્ષેત્રમાં ચીન પછી બીજા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બનશે. ભારતનો જીડીપી કદના સંદર્ભમાં જર્મની, ફ્રાન્સ અને બ્રિટનને પણ પાછળ છોડી દેશે.
વિજાપુરના વિજયભાઈએ 4 લોકોને નવજીવન આપ્યુ, અંગદાન કરી અમર થઈ ગયા
આગામી દાયકામાં ભારત સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બનવાની સંપૂર્ણ સંભાવના છે, કારણ કે ભારતમાં ગ્રાહક ખર્ચમાં વધારો કરવાની ક્ષમતા વધશે. જેના કારણે 2030 સુધીમાં દેશનો ઉપભોક્તા ખર્ચ બમણો થઈને $3 બિલિયન થવાની ધારણા કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર 8.2 ટકા રહેવાનો અંદાજ છે, જ્યારે વર્ષ 2020-21માં તેમાં 7.3 ટકાનો ઘટાડો થયો છે.
સંસ્થા દ્વારા આ ફક્ત ધારણા કરવામાં આવી છે. એ પણ શક્ય નથી કે જે ધારણા કરવામાં આવી હોય. તે તમામ ધારણાઓ સાચી પડે. કેટલીક કુદરતી અથવા તો કૃત્રિમ આપત્તિઓના કારણે પણ વિકાસની ઝડપ ઘટી શકે છે.