India Post recruitment 2021: પોસ્ટ વિભાગમાં નોકરી મેળવવાની સારી તક આવી છે. ઇન્ડિયા પોસ્ટમાં સ્પોર્ટ્સ કોટા હેઠળ પોસ્ટલ આસિસ્ટન્ટ, સોટિંગ આસિસ્ટન્ટ, પોસ્ટમેન અથવા મેલ ગાર્ડ્સ અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફની ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી છે. ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓરિસા, ઝારખંડ અને હિમાચલ પ્રદેશ સર્કલો માટે અરજીઓ મંગાવવામાં આવી છે.
ભારતીય પોસ્ટ વિભાગની સત્તાવાર વેબસાઇટ indiapost.gov.in પર જઇને અરજી કરી શકો છો. ગુજરાત અને ઝારખંડ સર્કલની અરજીઓ 25 નવેમ્બર સુધી કરી શકશો. મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઓરિસ્સા સર્કલ માટેની અરજીઓ 3 ડિસેમ્બર 2021 સુધી કરી શકો છો. જ્યારે હિમાચલ પ્રદેશ સર્કલ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 15 ડિસેમ્બર 2021 છે.
ગુજરાત સર્કલમાં પોસ્ટલ આસિસ્ટન્ટ અને સોર્ટિંગ આસિસ્ટન્ટ માટે 71 પદ જ્યારે પોસ્ટમેન અને મેલ ગાર્ડ માટે 56 પદ અને એમટીએસ માટે 61 પદ પર અરજી મંગાવવામાં આવી છે.
મધ્યપ્રદેશ સર્કલમાં પોસ્ટલ આસિસ્ટન્ટ અને સોર્ટિંગ આસિસ્ટન્ટ માટે 71 પદ જ્યારે પોસ્ટમેન અને મેલ ગાર્ડ માટે 56 પદ અને એમટીએસ માટે 61 પદ પર અરજી મંગાવવામાં આવી છે.
છત્તીસગઢ સર્કલમાં પોસ્ટલ આસિસ્ટન્ટ અને સોર્ટિંગ આસિસ્ટન્ટ માટે 5 પદ જ્યારે પોસ્ટમેન અને મેલ ગાર્ડ માટે 4 પદ અને એમટીએસ માટે 3 પદ પર અરજી મંગાવવામાં આવી છે.
હિમાચલ પ્રદેશ સર્કલમાં પોસ્ટલ આસિસ્ટન્ટ અને સોર્ટિંગ આસિસ્ટન્ટ માટે 13 પદ જ્યારે પોસ્ટમેન અને મેલ ગાર્ડ માટે 2 પદ અને એમટીએસ માટે 3 પદ પર અરજી મંગાવવામાં આવી છે.
ઝારખંડ સર્કલમાં પોસ્ટલ આસિસ્ટન્ટ અને સોર્ટિંગ આસિસ્ટન્ટ માટે 6 પદ જ્યારે પોસ્ટમેન માટે 5 પદ અને એમટીએસ માટે 8 પદ પર અરજી મંગાવવામાં આવી છે.
શૈક્ષણિક લાયકાત
કોઇ પણ માન્યતા પ્રાપ્ત બોર્ડ અથવા સંસ્થામાંથી 10,12 પાસ સ્પોર્ટ્સપર્સન આ ભરતીમાં અરજી કરી શકે છે. પોસ્ટ અનુસાર શૈક્ષણિક લાયકાત, પાત્રતા, યોગ્યતા અને માપદંડ અલગ અલગ છે.
વય મર્યાદા
પોસ્ટલ આસિસ્ટન્ટ અને સોર્ટિંગ આસિસ્ટન્ટ માટે 18થી 24 વર્ષ, પોસ્ટમેન-મેલ ગાર્ડ માટે 18થી27 વર્ષ અને એમટીએસ માટે 18 થી 25 વર્ષ છે.
પગાર ધોરણ
પોસ્ટલ આસિસ્ટન્ટ અને સોર્ટિંગ આસિસ્ટન્ટ-25,500 રૂપિયાથી 81,100 રૂપિયા (લેવલ-4)
પોસ્ટમેન-મેલ ગાર્ડ- 21,700 રૂપિયાથી 69,100 રૂપિયા (લેવલ-3)
એમટીએસ- 18,000 રૂપિયાથી 56,900 રૂપિયા (લેવલ-1)