ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ સેંચુરિયનમાં રમાશે. ટીમ ઇન્ડિયા સાઉથ આફ્રિકાની ધરતી પર પોતાની પ્રથમ ટેસ્ટ સિરીઝ જીતની રાહ જોઇ રહ્યુ છે, જેની માટે ભારતીય ખેલાડી પ્રેક્ટિસ કરી રહ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં તાજેતરમાં વિદેશની સફળતાને જોતા ફેન્સને આશા છે કે વિરાટ બ્રિગેડ સાઉથ આફ્રિકામાં જીતવામાં સફળ થશે.
ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી માટે પ્લેઇંગ ઇલેવન નક્કી કરવી માથાનો દુખાવો સાબિત થઇ શકે છે. પ્રથમ ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવવાના કેટલાક દાવેદાર છે. જેમાં સૌથી મોટો સવાલ અજિંક્ય રહાણે, શ્રેયસ અય્યર જેવા બેટ્સમેનોની પસંદગીને લઇને છે. બીજી તરફ પાંચમા બોલરને લઇને થિંક ટેન્કમાં વિચાર-વિમર્શ કરવામાં આવી રહ્યો છે.
ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ બન્ને નથી. ટીમ ઇન્ડિયાએ આ નક્કી કરવુ પડશે કે રવિ અશ્વિન અથવા શાર્દુલ ઠાકુર અથવા બન્નેને ઓલરાઉન્ડરના વિકલ્પ તરીકે રમવાની તક મળે છે કે નથી મળતી. અશ્વિને આ વર્ષે 8 ટેસ્ટમાં 28.08ની એવરેજથી 337 રન બનાવ્યા છે. શાર્દુલ ઠાકુરે ઇંગ્લેન્ડમાં બે અને ઓસ્ટ્રેલિયાની ધરતી પર એક અડધી સદી ફટકારી પ્રભાવિત કર્યા છે.
ઇશાંત શર્મા કે મોહમ્મદ સિરાજ
ભારત તરફથી 105 ટેસ્ટ મેચ રમી ચુકેલા ઇશાંત શર્મા અથવા યુવા ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ પર અંતિમ નિર્ણય કરવો પડશે. મોહમ્મદ સિરાજે 10 ટેસ્ટ મેચમાં 33 વિકેટ લઇને વાપસી કરી છે. જેમાં ઓસ્ટ્રેલિયામાં પાંચ વિકેટ હોલ અને ઇંગ્લિશ ધરતી પર ચાર વિકેટ હૉલ સામેલ છે.
સિરાજે ઓસ્ટ્રેલિયામાં 3 મેચમાં 13 અને ઇંગ્લેન્ડમાં 4 મેચમાં 14 વિકેટ ઝડપી હતી. ઇશાંત શર્મા ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહ્યો છે અને અંતિમ 2 મેચમાં વિકેટ લેવામાં પણ સફળ થયો નથી.
પ્રથમ ટેસ્ટ માટે ભારતની સંભવિત ઇલેવન
લોકેશ રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર/ અજિંક્ય રહાણે, રિષભ પંત, શાર્દુલ ઠાકુર, રવિ અશ્વિન, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ