અંડર-19 વર્લ્ડ કપ જીતવાની પ્રબળ દાવેદાર ટીમ ઈન્ડિયાની મુશ્કેલીમાં વધારો થયો છે. આયરલેન્ડ સામેની મેચ પહેલા ભારતના કેપ્ટન સહિત 6 ખેલાડી કોવિડ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. એક રિપોર્ટ્સ અનુસાર, કેપ્ટન યશ ધુલ, વાઈસ કેપ્ટન એસ.કે.રશીદ સહિત કુલ 6 ખેલાડીનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. અત્યારે દરેક સંક્રમિત ખેલાડીને આઈસોલેટ કરી સારવાર શરૂ કરી દેવામાં આવી છે. આયરલેન્ડ સામેની મેચમાં ઈન્ડિયન ટીમની કેપ્ટનશિપ નિશાંત સંધૂએ કરી હતી.
ઉલ્લેખનીય છે કે ICCએ આ વર્લ્ડ કપમાં માત્ર 17 પ્લેયર્સ સાથે ટીમને ભાગ લેવા જણાવ્યું હતું. તેવામાં 6 ખેલાડી પોઝિટિવ આવતા ઈન્ડિયન ટીમે નસીબથી અન્ય 11 ખેલાડી સાથે મેદાનમાં ઉતરી આ મેચમાં ભાગ લીધો છે.
BCCIના અધિકારીએ PTIને જણાવ્યું છે કે ઈન્ડિયન ટીમના 3 ખેલાડીનો કોવિડ રિપોર્ટ મંગળવારે પોઝિટિવ આવ્યો હતો. ત્યારપછી અમે તાત્કાલિક તેમને આઈસોલેટ કરી દીધા હતા. ત્યારપછી બુધવારે મેચ પહેલા ઈન્ડિયન કેપ્ટન યશ અને વાઈસ કેપ્ટનનો રેપિડ એન્ટીજેન રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી અમે તેમને આયરલેન્ડ સામેની મેચમાં સામેલ કર્યા નહોતા. અત્યારે અમારી પાસે જે 11 ખેલાડી બચ્ચા હતા તેની સાથે જ મેદાનમાં ઉતરવાનો નિર્ણય લીધો હતો.