ભારતે ઓરિસ્સાના કિનારા પાસે એપીજે અબ્દુલ કલામ ટાપુ પરથી નવી પેઢીની પરમાણુ સક્ષમ બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ પીનું સફળ પરીક્ષણ કર્યુ છે. આ અગ્નિ શ્રેણીની મિસાઇલોની નવી પેઢીની એડવાન્સ મિસાઇલ છે. આ એક કનસ્તર ધરાવતી મિસાઇલ છે જેની મારક ક્ષમતા 1,000થી 2,000 કિલોમીટર વચ્ચે છે.
સરકારી અધિકારીઓએ સમાચાર એજન્સીને કહ્યુ, ભારતે આજે બાલાસોરમાં ઓરિસ્સાના કિનારા પર અગ્નિ પ્રાઇમ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યુ હતુ. અગ્નિ પ્રાઇમ મિસાઇલોના અગ્નિ વર્ગની એક નવી પેઢીના ઉન્નત સંસ્કરણ છે. આ એક કનસ્તર ધરાવતી મિસાઇલ છે જેની મારક ક્ષમતા 1000થી 2,000 કિલોમીટર વચ્ચે છે.
આ પરીક્ષણ દરમિયાન પરમાણુ સક્ષમ સામરિક મિસાઇલ અગ્નિ પ્રાઇમમાં કેટલાક નવા ફીચર જોડવામાં આવ્યા છે, તેમણે કહ્યુ કે મિસાઇલ પરીક્ષણે ઉચ્ચ સ્તરની સટીકતા સાથે પોતાના તમામ મિશન ઉદ્દેશ્યોને પૂર્ણ કર્યા છે.
મિસાઇલનું અંતિમ પરીક્ષણ આ વર્ષે 28 જૂને કરવામાં આવ્યુ હતુ. આશા છે કે આ જલ્દી ઓપરેશન માટે તેને સેનામાં સામેલ કરી લેવામાં આવશે, તેમણે જણાવ્યુ કે ભારત નવી ટેકનીકો અને ક્ષમતાઓને અપનાવીને પોતાના સામરિક મિસાઇલ શસ્ત્રાગારને મજબૂત કરવાની પ્રક્રિયામાં આગળ વધી રહ્યુ છે.