બીલમાં સરકાર ઈચ્છી રહી છે કે પ્રાઈવેટ ક્રિપ્ટોકરંસી પર પ્રતિબંધ લગાવવા ઈચ્છી રહી છે. RBI દ્વારા ભારતીય ડિઝીટલ કરંન્સી લાવવા માટે માળખુ ઘડવાનો પણ બીલમાં ઉલ્લેખ હશે.પ્રાઈવેટ ક્રિપ્ટોકરંસી પર કેટલાક અપવાદો સાથે ટેક્નોલોજી અને ઉપયોગ માટે છુટછાટ આપવા પર પણ સરકાર વિચારણા કરશે. તમામ પ્રકારની ધારણાઓ વચ્ચે સંસદમાં બીલ પાસ થઈ જશે. તો પ્રાઈવેટ ક્રિપ્ટોકરંસી જેવી કે બીટકોઈન, ઈથેરીયમ, લાઈટકોઈન, શીબુ જેવા પ્રાઈવેટ કોઈનમાં રોકણ કરનારાઓ રોવાનો વારો આવી શકે છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં થોડા સમયમાં બીટકોઈન ક્ષેત્રે રોકાણ વધ્યુ છે. ભાજપના નેતા જયંતસિન્હાની અધ્યક્ષતાવાળી એક સંસદીય સમિતિએ દેશના કેટલાક નામચીન અને હિતધારકો સાથે ક્રિપ્ટો ફાઈનાંસ અને ક્રિપ્ટોકરંસી પર ફાયદા નુકસાન પર ચર્ચા કરી હતી. જેમાંથી કેટલાક વિદ્વાનોએ ક્રિપ્ટોકરંસી પર સંપૂર્ણ બેન લગાવવાની માંગ કરી હતી તો કેટલાક વિદ્વાનોએ કોઈનને રેગ્યુલેટ કરવાના પક્ષમાં હતા. પ્રધાનમંત્રી મોદીએ પણ આ મામલે વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા કરી ચૂક્યા છે.