ઘણાં એવા કિસ્સા જોયા હશે કે તોફાની બાળકોને સુધારવા માટે બોર્ડિંગ સ્કૂલમાં મોકલી દેવામાં આવે છે. ઘણાં લોકો પોતાના બાળકોને સારી શિક્ષા અને ઘડતર માટે બોર્ડિંગ સ્કૂલમાં મોકલે છે. પરંતુ આપ જાણો છો જેમ બાળકોના ઘડતર માટે સ્કૂલ છે તેમ જ school of elephants છે. આજે એવી સ્કૂલ દેખાડીએ છીએ જ્યાં તોફાની હાથીઓને કરાય છે શાંત
તામિલનાડુમાં હાથીઓ માટે થેપ્પાકાડું કેમ્પની શરૂઆત 1927ની સાલમાં કરવામાં આવી હતી. આ સ્કૂલ હાથીઓ માટેની એકમાત્ર સ્કૂલ છે. જ્યાં એ હાથીઓને લાવવામાં આવે છે જે ગુસ્સાવાળા હાથી છે. એવા હાથીઓ જેનાથી ગામના લોકો અને અન્ય લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કેમ્પમાં લાવીને હાથીઓની સારસંભાળ કરવામાં આવે છે અને માનવીઓ સાથે કેવા પ્રકારનું વર્તન કરવુ તે શિખવવામાં આવે છે. ટ્રેનિંગ સમય સુધીમા ગુસ્સાવાળા હાથીઓને શાંત સ્વભાવના કરવામાં આવે છે અને માનવીઓ સાથે મિલનસાર સ્વભાવવાળા કરી દેવામાં આવે છે .
Theppakadu at Nilgiris is one of Asia’s oldest Elephant camps for rescued Elephants. Bomman the Mahout at the camp has been taking care of Masini, the camp Elephant like his own baby from the time she was 2 years old. She is now 13 & the most fav child of Bomman ♥️ #unsungheroes pic.twitter.com/bj0yfzD1ub
— Supriya Sahu IAS (@supriyasahuias) January 5, 2021
ગુસ્સાવાળા 'મુર્તી' ને કેંપમાં લાવવામાં આવ્યો હતો
પોલીસ સ્ટેશનમાં પહોચીને વ્યક્તિએ કહ્યું કે મને મારી ભેંસ પાસેથી દુધ અપાવો જુઓ શુ છે કિસ્સો
1998ની સાલમાં મુર્તી નામના એક અતિગુસ્સાવાળા હાથીને આજ કેમ્પમાં લાવવામાં આવ્યો હતો જેને ભારે તબાહી મચાવી હતી. 58 વર્ષના હાથીએ કેરલમાં કેટલાય લોકોને કચડી માર્યા હતા જેના કારણે તેને ગોળી મારી દેવાનો ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો હતો. કોઈપણ રીતે હાથ તામિલનાડુમાં ભાગી આવ્યો. તામિલનાડુમાં પણ તેણે ઘણાં લોકોને કચડીને માંરી નાંખ્યા હતા. પરંતુ તામિલનાડુ સરકારે તેને મારી નાંખવાના સ્થાને થેપ્પાકાંડુ કેંપમાં ભરતી કરી દીધો. આટલા વર્ષો પછી આ હાથી એટલો સીધો થઈ ગયો છે કે હવે તે તમામ વ્યક્તિઓને પ્રેમ કરે છે. તેના મહાવતનો દાવો છે કે હાથી હવે બાળકો સાથે પણ પ્રેમથી રમે છે.