લંડનઃ જસપ્રીત બુમરાહને ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. બીસીસીઆઈએ ગુરુવારે આ અંગેની જાહેરાત કરી હતી. કેપ્ટન રોહિત શર્મા કોરોનાના કારણે ઇગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. કપિલ દેવ પછી બુમરાહ ભારતની કેપ્ટનશીપ કરનારો પહેલો ફાસ્ટ બોલર છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આવતીકાલથી એજબેસ્ટન ખાતે 5મી ટેસ્ટ શરૂ થઈ રહી છે. ટીમ ઈન્ડિયા શ્રેણીમાં 2-1થી આગળ છે. આવી સ્થિતિમાં બુમરાહ કેપ્ટન તરીકે ટીમને શ્રેણીમાં જીત તરફ લઈ જવા ઈચ્છશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની દૃષ્ટિએ આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
બીસીસીઆઈ તરફથી કહેવામાં આવ્યું છે કે રોહિત શર્માનો ગુરુવારે સવારે ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને તે ફરી પોઝિટિવ આવ્યો છે. આવી સ્થિતિમાં તેઓ આ મેચમાંથી બહાર થઈ ગયા છે. આવી સ્થિતિમાં પસંદગી સમિતિએ બુમરાહને કેપ્ટન બનાવ્યો છે જ્યારે રિષભ પંતને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. પંતે ગયા વર્ષે ઈંગ્લેન્ડમાં સદી ફટકારીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. હાલમાં જ તેને સાઉથ આફ્રિકા સામેની ટી-20 સિરીઝમાં ટીમની કમાન પણ મળી હતી.
ઓસ્ટ્રેલિયામાં આંતરરાષ્ટ્રીય ડેબ્યુ
જસપ્રીત બુમરાહે 2016ના ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. હવે તે ઈંગ્લેન્ડથી કેપ્ટનશીપની શરૂઆત કરવા જઈ રહ્યો છે. તેણે 29 ટેસ્ટમાં 123 વિકેટ લીધી છે. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 27 રનમાં 6 વિકેટ છે. 28 વર્ષીય બુમરાહે 70 વનડેમાં 113 અને 57 T20 ઈન્ટરનેશનલમાં 67 વિકેટ ઝડપી છે.
જસપ્રીત બુમરાહે 2013માં મુશ્તાક અલી ટ્રોફીમાં મહારાષ્ટ્ર માટે તેની કારકિર્દીની પ્રથમ ટી20 મેચ રમી હતી. તેણે 4 ઓવરમાં 20 રન આપીને એક વિકેટ લીધી હતી. આ મેચમાં ગુજરાતે મહારાષ્ટ્રને 8 વિકેટે હરાવ્યું હતું. તેણે 2013માં IPLમાં પણ ડેબ્યૂ કર્યું હતું. તે મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ હતો. તેણે મુંબઈ માટે અત્યાર સુધી 120 મેચમાં 145 વિકેટ લીધી છે. જો આપણે એકંદર T20 રેકોર્ડ પર નજર કરીએ તો તેણે 207 મેચમાં 253 વિકેટ લીધી છે,