ટી-20 વર્લ્ડકપ 2021માં ભારત પાકિસ્તાન સામે પ્રથમ મેચ રમીને અભિયાનનો પ્રારંભ કરશે. બંન્ને દેશોના ફેન્સ આ મેચની રાહ જોઇ રહ્યા છે. આ વચ્ચે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઇન્ઝમામ ઉલ હકે ભારતને ટી-20 વર્લ્ડકપ જીતવાની પ્રબળ દાવેદાર ટીમ ગણાવી હતી. ઇન્ઝમામ ઉલ હકનું માનવું છે કે યુએઇની પરિસ્થિતિઓને જોતા ભારતીય ટીમ પાસે વર્લ્ડકપ જીતવાનો ચાન્સ વધુ છે.
પોતાની યુ-ટ્યુબ ચેનલ પર ઇન્ઝમામ ઉલ હકે કહ્યું કે ભારતે ઓસ્ટ્રેલિયા સામે વોર્મ અપ મેચ જીતી હતી. ભારત પાસે દુનિયાની ખતરનાક ટી-20 ટીમ છે. મારુ માનવું છે કે ટી-20 વર્લ્ડકપમાં અન્ય ટીમોની સરખામણીએ ભારતીય ટીમ પાસે જીતવાની તક વધું છે. ભારત પાસે અનુભવી ખેલાડીઓ છે. બેટિંગની સાથે બોલિંગ પણ ખૂબ મજબૂત છે. ભારત પાસે અશ્વિન અને જાડેજા જેવા અનુભવી સ્પિનર છે.
ભારત પાકિસ્તાનની મેચને લઇને તેમણે કહ્યુ કે આ મેચ ફાઇનલ પહેલાની ફાઇનલ છે. કોઇ અન્ય મેચમાં આટલો હાઇપ હોતો નથી. 2017ની ચેમ્પિયન ટ્રોફીની શરૂઆત પણ બંન્ને એકબીજા સામે રમીને કરી હતી અને અંત પણ એવી જ રીતે થયો હતો.