ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઇન્ડિયાના નિયમિત કેપ્ટન વિરાટ કોહલી અનફિટ થવાને કારણે દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ સીરિઝની બીજી મેચ રમ્યો નહતો. જ્હોનિસબર્ગમાં રમાયેલી સીરિઝની બીજી ટેસ્ટમાં તેમની જગ્યાએ લોકેશ રાહુલે કેપ્ટન્સી કરી હતી. રાહુલ માટે આ મેચ સારી રહી નહતી અને ટીમ ઇન્ડિયાએ 7 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. સીરિઝનો અંતિમ મુકાબલો 11 જાન્યુઆરીથી કેપટાઉનમાં રમાશે અને આ મેચમાં વિરાટ કોહલી રમશે કે નહી રમે, જેની પર રાહુલ દ્રવિડે નિવેદન આપ્યુ છે.
રાહુલ દ્રવિડે કહ્યુ કે વિરાટ કોહલીએ નેટ્સ પર પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે અને તેણે દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ટેસ્ટ સીરિઝની નિર્ણાયક મેચ માટે ફિટ થઇ જવુ જોઇએ. કેપ્ટન કોહલી પીઠના ઉપરના ભાગમાં ઇજાને કારણે બીજી ટેસ્ટમાં રમી શક્યો નહતો.
રાહુલે મેચ પછી કહ્યુ, વિરાટ પહેલા સારૂ અનુભવી રહ્યો છે, ગત કેટલાક દિવસથી નેટ પર પ્રેક્ટિસ કરી રહ્યો છે અને દોડ લગાવી રહ્યો છે. મને લાગે છે કે તેમણે સ્વસ્થ થવુ જોઇએ. મુખ્ય કોચ રાહુલ દ્રવિડે પત્રકારો સાથે વાતચીતમાં કોહલીની ફિટનેસ પર જાણકારી આપી હતી.
કોચ રાહુલ દ્રવિડે કહ્યુ કે તે ફિટ લાગી રહ્યો છે અને નેટ્સ પર પ્રેક્ટિસ કરી રહ્યો છે. રાહુલે ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજની હેમસ્ટ્રિંગની ઇજા પર વાત કરી છે જે બીજી ટેસ્ટ દરમિયાન લાગી હતી. ઇજા છતા સિરાજ મેચમાં બોલિંગ કરતો રહ્યો પરંતુ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી શક્યો નહતો. રાહુલ દ્રવિડે કહ્યુ કે સિરાજ સારો અનુભવ કરી રહ્યો છે. કેટલાક દિવસના આરામથી તેને મદદ મળી શકે છે. અમારી પાસે ઉપયોગી બોલર છે તથા ઇશાંત શર્મા અને ઉમેશ યાદવ રાહ જોઇ રહ્યા છે.
કેપ્ટન ડીન એલ્ગરની ઇનિંગ્સથી દક્ષિણ આફ્રિકાએ વાંડરર્સમાં પોતાનો સૌથી મોટો લક્ષ્ય મેળવી ભારત વિરૂદ્ધ બીજી ટેસ્ટ મેચમાં 7 વિકેટથી જીત મેળવી હતી. ભારતે પોતાની પ્રથમ ઇનિંગ્સમાં 202 અને બીજી ઇનિંગ્સમાં 266 રન બનાવ્યા હતા. જ્યારે દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ઇનિંગ્સમાં 229 રન બનાવીને 27 રનની લીડ મેળવી હતી. દક્ષિણ આફ્રિકાએ 240 રનના પડકારને 3 વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો અને સીરિઝમાં 1-1ની બરાબરી કરી લીધી હતી.