spot_img

UAE સરકારના આમંત્રણ બાદ ભારતીય વાયુસેનાના ‘TEJAS’ પ્લેન દુબઈ એરશો દમખમ દેખાડશે

14 થી 18 નવેમ્બર દરમિયાન અલ મકતુમ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દુબઈ એરો શો યોજવાની તૈયારીઓ થઈ ગઈ છે. ભારતનું સ્વદેશી લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) તેજસ શો દરમિયાન એરોબેટિક્સ અને સ્ટેટિક ડિસ્પ્લે બંનેમાં ભાગ લેશે. આ શોમાં ભારતની બનાવટનું તેજસ પોતાનું દમખમ દેખાડશે. તેજસ સાથે સાથે IAFની સારંગ હેલિકોપ્ટર ટીમ અને સૂર્ય કિરણ એરક્રાફ્ટ ટીમને UAE-UAE સરકાર દ્વારા સાથે ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. ભારતની ટીમો વિશ્વની કેટલીક શ્રેષ્ઠ એરોબેટિક્સ ટીમો સાથે પ્રદર્શન કરશે, જેમાં સાઉદી હોક્સ, રશિયન નાઈટ્સ અને યુએઈની અલ ફુરસનનો સમાવેશ થાય છે.

સારંગ ટીમના પાંચ એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર (ALH) ધ્રુવ, સૂર્ય કિરણ ટીમના 10 BAE હોક-132 અને ત્રણ LCA તેજસ બુધવારે એરફોર્સના પોતાના C-17 ગ્લોબમાસ્ટર અને C-130J સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટ દ્વારા દુબઈ પહોંચ્યા. વાયુસેનાની ટુકડીના આગમનને UAE સશસ્ત્ર દળોના મેજર જનરલ સ્ટાફ પાઇલટ ઇશાક સાલેહ મોહમ્મદ અલ-બાલુશી અને UAE એરફોર્સના અન્ય અધિકારીઓ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

14 નવેમ્બરે ઓપનિંગ સેરેમની માટે તૈયારી ચાલી રહી છે. સારંગ ટીમે અગાઉ 2005માં UAEમાં અલ આઈન ગ્રાન્ડ પ્રિકસમાં ભાગ લીધો હતો. દુબઈ એર શો સૂર્ય કિરણ અને તેજસ માટે તેમના ભડકાઉ હવાઈ દાવપેચનું પ્રદર્શન કરવાનો પ્રથમ પ્રસંગ હશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles