ઇન્ડિયન નેવી 300 પદો પર ભરતી કરશે. તેનું સત્તાવાર નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે અને 29 ઓક્ટોબર 2021થી અરજીની પ્રક્રિયા શરૂ થઇ જશે. અરજી કરનારાઓએ ઇન્ડ઼િયન નેવીની રિક્રૂટમેન્ટની ઓફિશિયલ વેબસાઇટ પર જઇને અરજી ફોર્મ ભરવાનું રહેશે. નેવીના આ પદ પર સિલેક્શન પરીક્ષામાં મેળવેલા પોઇન્ટના આધાર પર કરાશે.
29 ઓક્ટોબરથી અરજી કરી શકાશે. અરજી કરવાની છેલ્લી તારીખ 2 નવેમ્બર 2021 છે. 10 પાસ કોઇ પણ ઉમેદવાર આ માટે અરજી કરી શકે છે. ઉંમરની મર્યાદાની વાત કરીએ તો જન્મતારીખ એક એપ્રિલ 2002થી 31 માર્ચ 2005 વચ્ચે હોવી જોઇએ. ઇન્ડિયન નેવીની સતાવાર વેબસાઇટ www.joinindiannavy.gov.in પર જઇને અરજી કરી શકાશે.