ભારતીય રેલવેની બુલેટ ટ્રેનને પણ ટક્કર મારે એવી ટ્રેનની શરૂઆત થઈ ગઈ છે. ટ્રેન દિલ્હીથી અયોધ્યા, સીતામઢી, ચિત્રકૂટ, નાસિક અને રામેશ્વરમ સુધી જશે, ટ્રેન ભગવાન શ્રી રામ સાથે જોડાયેલા તમામ દાર્શનિક સ્થળોનો પણ સમાવેશ કરાયો છે. કુલ 16 દિવસની મુસાફરી કર્યા બાદ આ ટ્રેન 17માં દિવસે દિલ્હી પહોંચશે. આ દરમિયાન ટ્રેન દ્વારા લગભગ 7500 કિમીની યાત્રા પૂર્ણ કરશે.
સુવિધાઓથી સજ્જ ફૂલ AC ટ્રેનમાં મુસાફરો માટે શાનદાર સુવિધાઓ છે. ટ્રેનમાં બે રેલ ડાઇનિંગ રેસ્ટોરન્ટ, આધુનિક કિચન કાર અને મુસાફરો માટે ફૂટ મસાજર, મિની લાઇબ્રેરી, આધુનિક અને સ્વચ્છ શૌચાલય અને શાવર ક્યુબિકલ્સ વગેરે પણ છે. સુરક્ષા માટે દરેક કોચમાં સિક્યોરિટી ગાર્ડ, ઈલેક્ટ્રોનિક લોકર અને સીસીટીવી કેમેરા પણ છે.
ટ્રેનમાં મુસાફરી કરવા માટે IRCTC વેબસાઇટ https://www.irctctourism.com પર જઈને ઓનલાઈન બુકિંગ પણ થઈ શકે છે. વધુ માહિતી માટે નંબરો 8287930202, 8287930299, 8287930157 પર સંપર્ક કરી મુસાફરી માટે માહિતી લઈ શકાય છે. વિશેષ પ્રવાસી ટ્રેન ભારત સરકારના પ્રવાસન મંત્રાલયની ‘દેખો અપના દેશ’ પહેલને અનુરૂપ સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે ચલાવવામાં આવી રહી છે.
IRCTCએ એસી ફર્સ્ટ ક્લાસની વ્યક્તિ દીઠ ટીકિટ રૂ. 102095/- અને એસી સેકન્ડ ક્લાસની ટીકિટ વ્યક્તિ દીઠ રૂ. 82950/- નક્કી છે. પેકેજમાં મુસાફરોને સ્વાદિષ્ટ શાકાહારી ભોજન, વાતાનુકૂલિત બસો દ્વારા પ્રવાસન સ્થળોની મુલાકાત, એસી હોટલમાં રહેવાની સગવડ, ગાઈડ અને ઈન્સ્યોરન્સ વગેરે ઉપરાંત રેલ મુસાફરી પણ આપવામાં આવશે.