રેવલે વિભાગ દ્વારા જણાવવામાં આવ્યુ છે કે આગામી એક વર્ષમાં રેલવેમાં 1 લાખ 48 હજાર 463 લોકોની ભરતી કરશે. છેલ્લા 8 વર્ષની સરેરાશ ભરતીની વાત કરવામાં આવે તો ફક્ત 43 હજાર 678 લોકોની ભરતી કરાઈ છે. રેલવે દ્વારા આ નિર્ણય પ્રધાનમંત્રી દ્વારા આગામી સમયમાં વિભિન્ન વિભાગો અને મંત્રાલયમાં 10 લાખ લોકોની ભરતી કરવાના નિર્દેશ પછી લેવાયો છે.
કેન્દ્રિય નાણાં વિભાગ અંતર્ગત આવનારા ખર્ચ વિભાગ દ્વારા નવો વાર્ષિક રીપોર્ટ તૈયાર કરાયો છે તેમાં કેન્દ્ર સરકારના કુલ નિયમિત કર્મચારીઓની સંખ્યા એક માર્ચ 2020 પ્રમાણે 31.91 લાખ હતી. રીપોર્ટમાં એવું પણ કહેવાયુ છે કે આશરે 21.75 ટકા પદ હજુ પણ ખાલી છે.
રીપોર્ટમાં એવું પણ કહેવાયુ છે કે કુલ ભરતીઓના 92 ટકા ભાગ મુખ્યત્વે પાંચ મંત્રાયલો અંતર્ગત આવે છે. તે મંત્રાયલયોમાં રેલવે, રક્ષા ગૃહ, અને પોસ્ટ ઓફિસ વિભાગનો સમાવેશ થાય છે. કુલ સરકારી સુત્રોએ જણાવ્યુ કે પ્રધાનમંત્રી મોદીના નિર્દેશ પછી વિભિન્ન વિભાગો અને મંત્રાલયો ખાલી જગ્યાઓ માટે લીસ્ટ તૈયાર કર્યા છે. જે બાદ 10 લાખ લોકોની ભરતી કરવાનો નિર્ણય કર્યો છે.
રેલવે એ માહિતી આપતા કહ્યુ છે કે 2014-15 થી 2021-2022 સુધી 3 લાખ 49 422 લોકોની ભરતી અને સરેરાશ 43 હજાર 678 લોકોની પ્રતિ વર્ષ ભરતી કરી છે. જ્યારે 2023 રેલવે વિભાગ દોઢ લાખ જેટલી ભરતી કરશે.