spot_img

IND vs SA T20 Series: BCCIનો આદેશ- આફ્રિકા સામેની સીરિઝ અગાઉ ખેલાડીઓએ પાસ કરવો પડશે ફિટનેસ ટેસ્ટ

ટીમ ઈન્ડિયા આવતા મહિને સાઉથ આફ્રિકામાં પાંચ મેચની T20 સીરિઝ રમશે. હવે આ સીરીઝ શરૂ થાય તે પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એક મહત્વનો નિર્ણય લીધો છે. BCCIએ T20 સિરીઝમાં ભાગ લેનારા ખેલાડીઓને IPL પછી ફિટનેસ ટેસ્ટ માટે હાજર થવા માટે કહ્યું છે.

ભારતીય ટીમના તમામ ખેલાડીઓ હવે 5 જૂન અથવા તે પહેલા બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) ખાતે એકઠા થશે. NCAના ડિરેક્ટર વીવીએસ લક્ષ્મણ અને ફિઝિયો નીતિન પટેલની દેખરેખ હેઠળ તમામ ખેલાડીઓનો ફિટનેસ ટેસ્ટ કરવામાં આવશે. ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા બાદ જ ખેલાડીઓ 7 જૂને બેંગલુરુથી દિલ્હી જશે.

હર્ષલ પટેલ વિશે શંકા

BCCIના એક વરિષ્ઠ અધિકારીએ InsideSportને જણાવ્યું કે, “બધા ખેલાડીઓએ દક્ષિણ આફ્રિકા શ્રેણી માટે NCA ખાતે ફિટનેસ કેમ્પ માટે ભેગા થવું પડશે. આ મહત્વપૂર્ણ છે કારણ કે તેમાંના ઘણાને નાની ઈજાઓ થઈ રહી છે. હર્ષલને હજુ પણ ટાંકા આવી રહ્યા છે, તેથી અમે ખાતરી કરવા માંગીએ છીએ કે બધું બરાબર છે.

દ્રવિડ અંગે સ્થિતિ સ્પષ્ટ નથી

જો કે, હજુ એ સ્પષ્ટ નથી કે મુખ્ય કોચ રાહુલ દ્રવિડ દક્ષિણ આફ્રિકા સામેની પાંચ મેચોની સંપૂર્ણ શ્રેણી માટે ઉપલબ્ધ રહેશે કે કેમ. અહેવાલ અનુસાર, રાહુલ દ્રવિડ સમગ્ર દક્ષિણ આફ્રિકા શ્રેણી માટે ઉપલબ્ધ રહેવાના પક્ષમાં છે અને ત્યારબાદ 21 જૂને ઇંગ્લેન્ડમાં પ્રેક્ટિસ ટેસ્ટ મેચ પહેલા ટીમ સાથે જોડાશે.

બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું, ‘રાહુલ દક્ષિણ આફ્રિકા શ્રેણી માટે ઉપલબ્ધ રહેવા માંગે છે. એવું માનવામાં આવતું હતું કે તે ઇંગ્લેન્ડની ટીમ સાથે પ્રવાસ કરશે અને દક્ષિણ આફ્રિકા શ્રેણી દરમિયાન લક્ષ્મણ મુખ્ય કોચની ભૂમિકા ભજવશે.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચની T20I શ્રેણી નવી દિલ્હીમાં 9 જૂને શરૂ થશે, ત્યારબાદ કટક (12 જૂન), વિશાખાપટ્ટનમ (14 જૂન), રાજકોટ (17 જૂન) અને બેંગલુરુ (19 જૂન)માં રમાશે.v

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles