હાલમાં જ અલાસ્કાની કડકકડતી ઠંડીમાં ભારતીય સેના અને અમેરિકન સેનાનું જોઇન્ટ શક્તિ પ્રદર્શનનો વીડિયો સામે આવ્યો છે. જેમાં બંને દેશની આર્મી જોઇન્ટ એક્સરસાઇઝ કરતી અને ટ્રેનિંગ લેતાં નજર આવે છે. જેનો વીડિયો સામે આવતા જ દુશ્મન દેશોનું ટેનશન વધી રહ્યું છે. આપને જણાવી દઇએ કે, વર્ષમાં એક વખત આ રીતે ભારતીય સેના અને અમેરિકાની સેના સાથે મળીને જોઇન્ટ ટ્રેનિંગ લેતી હોય છે.