ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ છેલ્લી ટેસ્ટ મેચ 3 ડિસેમ્બરથી મુંબઈમાં રમાશે. આ ટેસ્ટ મેચમાં ઈન્ડિયન ટીમના કેપ્ટન કોહલી ફરીથી કેપ્ટનશિપનો કાર્યભાર સંભાળશે. ન્યૂઝિલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયામાં કેટલાક ફેરફાર જોવા મળી શકે છે. ઓપનિંગમાં કેએસ ભરત અને શુભમન ગિલને તક આપવામાં આવી શકે છે.
પ્રથમ ટેસ્ટ મેચમાં શુભમન અને મયંક અગ્રવાલે પહેલી મેચમાં ઓપનિંગ કરી હતી. જોકે આ દરમિયાન બંને ખેલાડી ટીમને સારી શરૂઆત આપવામાં નિષ્ફળ રહ્યા હતા.
તેવામાં મયંક અગ્રવાલને મુંબઈ ટેસ્ટની પ્લેઈંગ-11માંથી બહાર કરી શકાય છે અને તેના સ્થાને યુવા વિકેટકીપર કે.એસ.ભરતને ઓપનિંગ મેચમાં તક મળી શકે છે. કોહલીને ટીમમાં પસંદ કરવા માટે રિદ્ધિમાન સાહાને ટીમની બહાર કરી કોહલીને પસંદ કરાઈ શકે છે.
પુજારા- રહાણેના અનુભવને આધારે હજુ વિરાટ કોહલી તેમને તક આપી શકે છે. પરંતુ જો તેઓ પહેલાની જેમ ખરાબ પ્રદર્શન દાખવતા રહ્યા તો પ્લેઇંગ-11માં સ્થાન મેળવવું મુશ્કેલ બની શકે છે. 3 સ્પીનર રવીંદ્ર જાડેજા, અક્ષર પટેલ અને રવિચંદ્રન અશ્વિન સાથે મેદાનમાં ઉતરી શકે છે.
મુંબઈ ટેસ્ટમાં ઈશાંત શર્માને ટીમની બહાર કરી શકાય છે. તેમના સ્થાને મોહમ્મદ સિરાજને તક મળી શકે છે. જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીની ગેરહાજરીમાં આ પેસ અટેકની આગેવાની જવાબદારી ઈશાંત શર્મા પર હતી, પરંતુ તે પહેલી ટેસ્ટમાં કઈ ખાસ કરી ન શકતા સિરાજને તક મળી શકે છે.