કોરોના સામાન્ય લોકોની સાથે સાથે મોટી મોટી હસ્તીઓને પણ પોતાનો શિકાર બનાવી રહ્યો છે. બોલિવૂડ એક્ટર જોન અબ્રાહમ કોરોનાથી સંક્રમિત થયો છે. જોન અબ્રાહમે ખુદ તેની જાણકારી આપી છે. એક્ટરે જણાવ્યુ કે તે અને તેની પત્ની પ્રિયા બન્ને કોરોના સંક્રમિત થયા છે.
ઇંસ્ટાગ્રામ દ્વારા આપી જાણકારી
જોન અબ્રાહમે પોતાની ઇંસ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરતા પોતાના ફેન્સને જણાવ્યુ કે તે કોરોનાનો શિકાર બની ગયો છે, તેણે જણાવ્યુ કે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે સાથે જ તેની પત્ની પણ કોરોનાથી સંક્રમિત થઇ ગઇ છે, તેણે સ્ટોરીમાં લખ્યુ, હું ત્રણ દિવસ પહેલા એક વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો. બાદમાં ખબર પડી કે તે કોરોનાથી સંક્રમિત છે, જે બાદ હું અને મારી પત્ની પ્રિયા બન્ને કોરોના પોઝિટિવ આવ્યા હતા, તેમણે આગળ જણાવ્યુ કે બન્નેએ ખુદને ક્વોરન્ટાઇન કરી લીધા છે. સાથે જ તેમણે કહ્યુ કે અમે બન્નેએ કોરોના રસીકરણ કરાવ્યુ છે અને આ સમયે અમને સામાન્ય લક્ષણ જોવા મળી રહ્યા છે.
મહત્વપૂર્ણ છે કે બોલિવૂડમાં કોરોના ઝડપથી ફેલાઇ રહ્યો છે. બે દિવસ પહેલા મૃણાલ ઠાકુર પણ કોરોનાથી સંક્રમિત થઇ હતી, તેણે સોશિયલ મીડિયા પર જાણકારી શેર કરતા જણાવ્યુ કે તેમણે ખુદને આઇસોલેટ કરી લીધી છે.